સપ્તધારાથી સ્વાસ્થ્ય અંતર્ગત અમદાવાદ જિલ્લાના કર્મચારીઓએ બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:38:01
  • Views : 484
  • Modified Date : 2019-04-13 07:38:01

અમદાવાદ જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા રાજ્યના આરોગ્ય વિભાગની સૂચના અને માર્ગદર્શન મુજબ વન્દે ગુજરાત ૨ ચેનલ પર ગુરૂવારે સપ્તધારાથી સ્વાસ્થ્ય અંતર્ગત બાયસેગ સેટકોમ માધ્યમથી સંવાદ કર્યો હતો. ગાંધીનગર સ્ટેટ આઇઇસી વિભાગના ચન્દ્રેશ શનિશ્ચરા અને અમદાવાદ જિલ્લાના નીલકંઠ વાસુકિયા, ડો.લલીત શાહ, ગૌરીબેન મકવાણા,જયદ્રત સોલંકી દ્વારા સપ્તધારાથી સ્વાસ્થ્ય અંતર્ગત જ્ઞાનધારા આધારીત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં આવેલા પ્રા.આ.કેન્દ્ર, તાલુકા હેલ્થ ઓફિસ સહિતના વિવિધ સ્થાનો પર આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગાંધીનગર સ્ટેટ આઇઇસી વિભાગના ચન્દ્રેશ શનિશ્ચરા દ્વારા કરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ફરજ બજાવતા નીલકંઠ વાસુકિયા દ્વારા સપ્તધારા થી સ્વાસ્થ્ય તાલીમથી થયેલ ફાયદા અંગે ઉદાહરણ સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને બેટી બચાવો, બેટી પઢાવો અભિયાનને વેગવંતુ બનાવવા માટે તથા સરગવાના સેવનને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર કરવામાં આવેલ ગીતો રજૂ કર્યા હતા. વિરમગામના ગૌરીબેન મકવાણા દ્વારા સપ્તધારાથી સ્વાસ્થ્ય અંતર્ગત જ્ઞાનધારાનું મહત્વ રજૂ કરીને બેટી બચાવોનું ગીત રજૂ કરવામાં આવ્યું હતું. બાવળાના ડો. લલીત શાહ દ્વારા જ્ઞાનધારાથી આપવામાં આવતા આરોગ્ય શિક્ષણ અંગે સમજ આપી હતી અને જ્ઞાનધારાના ઉપયોગ સમજાવીને ગીત રજૂ કર્યા હતા. ધોલેરાના જયદ્રત સોલંકી દ્વારા આરોગ્ય વિષયક સંદેશ આપવામાં આવ્યા હતા અને ટીબીની જનજાગૃતિ માટે
પપેટ શો રજૂ કર્યો હતો.

Download Our B K News Today App



Related News