રાજ્યમાં બે વર્ષ બાદ લોકાયુક્તની નિમણુંક રાજ્યપાલે નિવૃત જસ્ટિસ રાજેશ શુક્લાને લોકાયુક્ત તરીકે શપથ લેવડાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-24 11:46:08
  • Views : 372
  • Modified Date : 2020-06-24 11:46:08

ગુજરાતના લોકાયુક્ત પદે નવ નિયુક્ત થયેલા નિવૃત જસ્ટિસ રાજેશ એચ. શુક્લાને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે મુખ્યપ્રધાન વિજય
રૂપાણીની ઉપસ્થિતિમાં હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યમાં મુખ્યપ્રધાનો અને સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો તેની તપાસ લોકાયુક્ત દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યારે લોકાયુક્ત તરીકે મુખ્યપ્રધાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને વિપક્ષના નેતાની બનેલી કમિટિ દ્વારા નામ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેને મંજૂરી મળ્યા બાદ પસંદગી થઈ છે. રાજ્યમાં મુખ્યપ્રધાનો અને સરકારી કર્મચારીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ હોય તો તેની તપાસ લોકાયુક્ત દ્વારા કરવામાં આવતી હોય છે. જ્યારે લોકાયુક્ત તરીકે મુખ્યપ્રધાન હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અને વિપક્ષના નેતાની બનેલી કમિટિ દ્વારા નામ પસંદ કરવામાં આવે છે. ત્યારબાદ તેને મંજૂરી મળ્યા બાદ પસંદગી થઈ છે. વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી અને રાજ્યના પ્રધાન મંડળના સભ્યો તેમજ મુખ્ય સચિવ અનિલ મુકિમ, રાજ્યની વડી અદાલતના ન્યાયમૂર્તિઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો આ અવસરે
ઉપસ્થિત રહ્યા હતા. શપથવિધિ સમારોહ પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન સાથે સંપન્ન થયો હતો.


Download Our B K News Today App



Related News