બનાસકાંઠા જિલ્લામાં ભારે ગાજવીજ સાથે વરસાદથી ખેડૂતોના પાક નહિ પણ સપનાઓ ધોવાણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 11:44:41
  • Views : 553
  • Modified Date : 2019-11-04 11:44:41

સરહદી વાવ તાલુકામાં વરસી રહેલ બે દિવસથી ભારે ગાજવીજ સાથે વરસાદને કારણે ખેડૂતોના પાક નહિ પણ પોતાના સપનાઓને કુદરતે ચકનાચુર કરી દીધા છે. તો વળી કુદરત સામે લાચાર જગતના તાતને રાજ્ય સરકાર દ્વારા સત્વરે સહાય ચૂકવાય તે જરૂરી છે. ચાલુ વર્ષે સરહદી પંથકમાં
પુરની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કેટલાંય ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે સરકાર દ્વારા
પાકવીમા કંપની અને તેનાં અધિકારીઓ દ્વારા સર્વે કરીને જરૂરી સહાય પુરી પાડવાની ખાતરી પણ આપી હતી. છતાં પણ સરકાર જાણે પેટા ચૂંટણીઓની કામગીરી અને પ્રચાર પ્રસારમાં વ્યસ્ત હોવાથી ખેડૂતો યાદ આવ્યાં જ નહીં. એમને તો માત્ર વોટ માટે યાદ કરતાં હોય તેવું હાલના આ ચિત્ર પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યુ છે ત્યારે સત્વરે ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા સહાય ચુકવાય તે જરૂરી છે. વાવ,થરાદ,ઢીમા સહિત સુઈગામ પંથકમાં શિયાળુ પાક તરીકે જીરાના પાકનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થાય છે. તો વળી  ઉત્પાદન પણ સારૂ થતું હોવાથી ચાર માસમાં પોતે એક વર્ષનું પોતાનાં કુટુંબનું ગુજરાન ચલાવે તેટલી આવક મેળવતો હોય છે. ત્યારે કુદરતી આફતો સામે લાચાર ખેડૂત રાજ્ય સરકાર પાસે મીટ માંડીને બેઠો છે. ત્યારે તાજેતરમાં જ તમાચો ખાઈને બેઠેલ સરકાર ખેડૂતોની વેદનાને સારી રીતે સમજે અને સાંભળે નહિતર આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીને જેવી રીતે ખેડૂતોને નુકસાન વેઠવું પડી રહ્યુ છે તેવી જ રીતે સરકારને પણ નુકસાન થાય તો નવાઈ નહિ.
બનાસકાંઠાના આંતરિયાળ વિસ્તારમાં હાલમાં તો ઘાસચારાની તીવ્ર અછત સર્જાઈ છે. ત્યારે ઘાસચારાની ભયંકર અછત વચ્ચે ગૌવંશને બચાવી રાખવો પણ ખેડૂતો માટે મુશ્કેલ બન્યો છે. ત્યારે વાવ તાલુકાની અનેક ગૌશાળાઓમાં પણ ઘાસચારાની અછત વર્તાશે. ત્યારે સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ આગળ આવે તે જરૂરી છે.

Download Our B K News Today App



Related News