પાલનપુર ખાતે ઠાકોર સમાજનો ૧૭ મો સમુહ લગ્નાપાલનપુર ખાતે ઠાકોર સમાજનો ૧૭ મો સમુહ લગ્નોત્સવ યોજાયોત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 11:55:28
  • Views : 437
  • Modified Date : 2019-04-28 11:55:28

બનાસકાંઠા જિલ્લા ઠાકોર સમાજ લગ્નોત્સવ સમિતિ દ્વારા આયોજિત ૧૭ માં સમૂહ લગ્નોત્સવ ગતરોજ ચડોતર ખાતે પંચાલ સમાજની વાડીમાં યોજાયો હતો. જેમાં સમાજના ૨૮ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા પાડયા હતા.આ પ્રસંગમાં પ્રમુખ સ્થાન તરીકે પીનાબેન રાજેશકુમારઠાકોર- પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા,  લીલાધરભાઈ વાઘેલા - સાંસદ પાટણ, કેશાજી ચૌહાણ પૂર્વ મંત્રી, ગુજરાત સરકાર, દાતા જગદીશભાઈ એફ.ઠાકોર, દાતા ભરતજી ગેમરજી ધૂંખ - સરપંચ આખોલ ગ્રામપંચાયત, અશોકભાઈ ઠાકોર - પ્રમુખ નગરપાલિકા પાલનપુર, દશરથ સિંહ એલ. ઠાકોર હાઈટેક સા.કોલેજ પાટણ, સહિત દાતાઓ સામાજિક અગ્રણી અને સંતો દ્વારા નવદંપતીઓને આર્શીવચન પાઠવવામાં આવ્યા હતા.સમગ્ર આયોજન સમૂહલગ્ન સમિતિના પ્રમુખ હરેશભાઈ જે.વેડંચિયા, સરકારી વકીલ મધુબેન ઠાકોર, સેનજીભાઈ દેલવાડીયા, સહિતની ટીમ અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પાલનપુર તાલુકા પ્રવિણજી બાથકોર સહિત સેનાના તમામ હોદ્દેદારોનો વિશેષ સહયોગ સાંપડયો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સમૂહલગ્ન સમિતિના પ્રમુખ સહિતની ટીમે દાતાઓ અને સહયોગ આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.


Download Our B K News Today App



Related News