પાલનપુર નગરપાલિકા ચૂંટણી નો રિપીટ થિયરી આવે તો શાંતિલાલ પઢીયારનું પત્તુ કપાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 10:59:58
  • Views : 451
  • Modified Date : 2021-02-02 10:59:58

પાલનપુર નગર પાલિકા ચૂંટણીમાં એક નવો જ વળાંક આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પાર્લામેન્ટરી બોર્ડના સભ્યો સાથે વાત કરી પ્રેસને જણાવ્યું કે, ૬૦ વર્ષથી વધુ વય ધરાવનાર, ત્રણ ટર્મથી જીતી આવતા ઉમેદવાર અને ભાજપના નેતા કે પદાધિકારીઓના
પરિવારમાં ટિકિટ આપવામાં આવશે નહીં. આમ જાેતાં
પાલનપુરના વર્તમાન પ્રમુખ જે ચાર ટર્મથી ચૂંટાય છે. તેમને
પણ ટિકિટ મળશે નહીં.
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર એકમાં તો શાંતિભાઈ
પઢીયારના વિરુદ્ધમાં પોસ્ટર લાગવા શરૂ થયા છે. શાંતિભાઈ પઢીયાર નગરપાલિકામાં પાણી
પુરવઠામાં ચેરમેન તરીકે સેવાઓ આપી ચુક્યા છે. જેમની વિરુદ્ધ પોસ્ટર લાગતા ભાજપના વર્તુળ સહિત શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Download Our B K News Today App



Related News