અંબાજી પાસે પહાડોમાં આવેલા ગુરુ ધૂણી આશ્રમના માર્ગને લઈને સંત સમાજ ગબ્બર દોડી આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-19 10:42:06
  • Views : 708
  • Modified Date : 2019-07-19 10:42:06

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને દેશનું લોકપ્રિય શક્તિપીઠ છે. આ શક્તિપીઠ ગુજરાત-રાજસ્થાન સરહદ ઉપર અરાવલીની પહાડોમાં આવેલું છે. અંબાજી શક્તિપીઠ ત્રણ કિલોમીટર દૂર ગબ્બર
પહાડ પાસે ચુંદડીવાળા માતાજીનો આશ્રમ અને ગુરુ ધૂણીનો આશ્રમ પાસે આવેલો છે. ત્યારે છેલ્લાં કેટલાંક દિવસોથી ચુંદડીવાળા માતાજીના સંચાલકો તરફથી ગુરુ ધૂણી જવાના માર્ગને બંધ કરી દેવાતા ગુરુ ધૂણી મંદિર પર ભક્તો ઘસારો એકાએક બંધ થઈ ગયો હતો. ગુરુ પૂર્ણિમાના દિવસે પણ કોઈપણ ભક્તો દર્શન કરવા જઈ શક્યા ન હતા ત્યારે  રાજસ્થાનના સંત સમાજ એકતા થઈ ચુંદડીવાળા માતાજીના આશ્રમ ઉપર મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ માર્ગ અને તાત્કાલિક ધોરણે શરૂ કરવાની માંગ કરી હતી.
યાત્રાધામ અંબાજી ગબ્બરની પાછળ ચુંદડીવાળા માતાજીનો  વિરોધ કરવામાં આવ્યો. ડુંગરપુરી મહારાજના ધૂણી જવાનો  રસ્તો ઘણાં સમયથી બંધ કરવામાં આવ્યો હતો. દેવ ડુંગરપુરી મહારાજની ધૂણી ૧૦૦૦ વર્ષો  જૂની છે. તેમના ભક્તોને રસ્તો ના મળવાથી ગતરોજ વિરોધ કરવામાં આવ્યો હતો. અંબાજી પોલીસના પી.આઈ. પણ હાજર રહ્યા હતા. આ મામલે જલ્દી સમાધાન મળે તેવી દેવ ડુંગરપુરી મહારાજના ભક્તોએ માંગ કરી હતી. આ ધૂણી ઉપર ગુરુ પૂર્ણિમાના રોજ કોઈ પણ ભક્તોને પ્રવેશવા દીધા ન હતા. આમ આ મામલાને લઇ લોકોમાં અને સંત સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અંબાજી પોલીસે ઘટનાસ્થળે આવી મામલો થાળે પાડયો હતો.

Download Our B K News Today App



Related News