સરસ્વતી તાલુકાના ખારેડા ગામે સંત મેળાવડો યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:53:46
  • Views : 529
  • Modified Date : 2019-04-27 11:53:46

સરસ્વતી તાલુકાના ખારેડા ગામે શંકરજી ગંભીરજી ઠાકોરના ફાર્મ ઉપર પાટણ બનાસકાંઠા જિલ્લાના સંતો ભક્તોની હાજરીમાં સંત સંમેલન યોજાયું હતું. તેમાં પાલનપુર ચંદાકુઇના સંત બાળકનાથ, કોઇટાના સંત અજમલદાસ બાપુ, ખરડોસણના સંત અગરદાસ બાપુ, પ્રતાપરામ બાપુ, વાહણાના હરગોવનદાસ, પરાગરામ, જાખા વાસણીના દેવચંદરામ સહિત મોટી સંખ્યામાં સંતો ભકતજનો હાજર રહ્યા. આ મેળાવડામાં સંબોધન કરતા સંતોએ જણાવ્યું હતું કે ગુરુના સંગથી અજ્ઞાનતાની હદ છુટી જાય છે હદ મેલો તો હરી મળે વાતો કરે દાડા ના વળે કુડ કુપટને કાઢો તોજ ભગવાનની ભક્તિ થઇ શકે આ ઉપરાંત ભકતમંડળીઓ દ્વારા ભજનો રજૂ કરાય હતા. તમામ સંતો ભકતોનું શંકરજી ગંભીરજી ઠાકોરે આરતી પુજન કર્યુ હતુ. તેમજ ખારેડા ભકત  મંડળના ભુપતજી ભગતે કાર્યક્રમનું સંચાલન કર્યુ હતું.


Download Our B K News Today App



Related News