વારાણસી જિલ્લાના સેવાપૂરી બ્લોકના મોડેલ મુજબ ગાંધીનગર સંસદીય વિસ્તારમાં વિકાસ કાર્યો કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-30 12:13:15
  • Views : 429
  • Modified Date : 2020-07-30 12:13:15

ગાંધીનગરના સાંસદ અને દેશના ગૃહ મંત્રી અમિતભાઇ શાહના મત વિસ્તારમાં વિકાસ કાર્યોના આયોજન અંગે મળેલ બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી  જિલ્લા કલેકટર કુલદીપ આર્યએ વારાણસી જિલ્લાના સેવાપૂરી બ્લોકના વિકાસ આયોજન મોડલ મુજબ છ માસ તથા એક વર્ષના લક્ષ્યાંક સાથે જિલ્લા કક્ષાના સબંધિત વિભાગના કામોનું કાર્ય આયોજન કરી
તાકીદે રજૂ કરવા તમામ અધિકારીઓને જણાવ્યું હતું.
જેમાં વિવિધ સેકટરો માટે રાજય સરકારની યોજનાઓ તેમજ ભારત સરકારની યોજનાઓનું સંકલન કરીને કામગીરી હાથ ધરવા ભાર પૂર્વક જણાવ્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર રતનકંવર ગઢવીચારણ,  જિલ્લા  વિકાસ અધિકારી શાલિની  દુહાન, સાંસદના અંગત સચિવ સુનીલ બારેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હર્ષ યાદવ, આયોજન અધિકારી એન.જી.
પટેલ, કલોલ પ્રાંત અધિકારી એ.ડી. જોષી, ગાંધીનગર પ્રાંત એસ.એમ. ભોરાણિયા, જિલ્લા  પૂરવઠા અધિકારી નિરૂપા ગઢવી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. મનુભાઇ સોલંકી, સમાજ સુરક્ષા  અધિકારી  દેસાઇ, સમાજ કલ્યાણ અધિકારી, કૃષિ અધિકારી ડી.પી. જાદવ, મહાવીર સિંહ વાઘેલા, જિ. ઉ.કે. મેનેજર, પા.પૂ., વાસ્મો, જીસીવીસીએલ સહિત  લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News