અંબાજી મંદિર ટ્રસ્ટ બકરાની સરભરા કરી પણ નિવૃત્ત આર્મી જવાનને સન્માન આપવાનું ભૂલી ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-17 11:11:24
  • Views : 390
  • Modified Date : 2019-09-17 11:11:24

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિરમાં
તાજેતરમાં જ ભાદરવી મહાકુંભ મહામેળો પૂર્ણ થયો છે. આ સાત દિવસના મેળામાં ૨૦ લાખ કરતા  વધુ ભક્તો  ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી ચાલતા અંબાજી ધામ આવી પહોંચ્યા હતા. તમામ ભક્તોને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તરફથી મફતમાં રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીજી તરફ અંબાજી ચાલતો આવતો બકરો પણ ખેડબ્રહ્મા
પાસે બીમાર પડતા તેને જીવદયા પ્રેમીઓએ સારવાર કરાવી તેને ખેડબ્રહ્માથી અંબાજી એસી કારમાં બેસાડી અંબાજી મંદિર ખાતે પૂનમના દિવસે લાવ્યા હતા. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિકારીગણ તરફથી તેને વગર લાઈન દ્વારા વિશેષ દર્શન કરાવવામાં આવ્યા હતા.
તો બીજી તરફ અંબાજી ધામ તરફ નિવૃત્ત આર્મી જવાન છેક મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામથી ખુલ્લા પગે હાથમાં તિરંગો લહેરાવી
પુલવામામાં શહીદ થયેલા જવાનોની આત્માને શાંતિ મળે તે માટે ચાર પાંચ દિવસ બાદ અંબાજી ખાતે આવે છે અને ત્યારબાદ આ નિવૃત્ત આર્મી જવાન ખુલ્લા પગે હાથમાં તિરંગો લહેરાવી ગબ્બર
પર્વતના ૧૦૦૦ પગથિયા ચઢીને માતાજીના દર્શન કરે છે. તો આ નિવૃત્ત જવાનને મળવાનો કે તેને વિશેષ દર્શન કરાવવા માટે મંદિર ટ્રસ્ટના સતાધીશો પાસે સમય નથી.  અંબાજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે લાખો રૂપિયા વીઆઇપીની સરભરા કરવા માટે માઇ ભક્તોના દાનમાં આવેલા રૂપિયાનો બગાડ કરે છે. અંબાજી મંદિર ટ્રસ્ટ અંબાજીના એક માત્ર બાહોશ પત્રકારો દ્વારા પૂછેલા પ્રશ્નોના જવાબ પણ પ્રેસ
કોન્ફરન્સમાં આપી શક્તું ન હતું. આમ આ બધા વચ્ચે આ નિવૃત્ત આર્મી જવાન અંબાજી મંદિર અને ગબ્બર ખાતે માતાજીના દર્શન કરી પરત ફર્યા હતા. આ આર્મી જવાન
પુલવામામાં શહીદ થયેલા તમામ જવાનોની આત્માને શાંતિ મળે તે માટે યાત્રા કરવા આવ્યા હતા. તેમને મહેસાણાથી અંબાજી સુધી કોઈજ સેવાકીય કેમ્પનો લાભ લીધો નથી. અંબાજી આવી
પહોંચતા આર.કે. મારબલના સંચાલકો દ્વારા તેમને માન સન્માન સાથે ખુરશી પર બેસાડીને ચા અને નાસ્તો
આપવામાં આવ્યો હતો.

Download Our B K News Today App



Related News