કોવિડ-૧૯ વચ્ચે રાજ્યસભાની ચૂંટણીને લઈ નિરીક્ષક રાઘવ ચંદાએ વિધાનસભા સંકુલનું નિરીક્ષણ કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-19 12:00:37
  • Views : 398
  • Modified Date : 2020-06-19 12:00:37

રાજ્યસભાની ખાલી પડેલી ૫ બેઠક પર આજે ચૂંટણી યોજવાની છે. ત્યારે ગતરોજ એક દિવસ પહેલાં ચૂંટણી નિરીક્ષક રાઘવ ચંદ્રાએ વિધાનસભાની મુલાકાત કરીને ચૂંટણી બાબતનું નિરિક્ષણ કર્યુ હતુ. સાથે જ કોવિડ-૧૯ સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાથી માહિતગાર કર્યા હતા. ૧૯ જૂન શુક્રવારે રાજ્યસભાની પાંચ બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે દિલ્હી ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ નિરીક્ષક રાઘવ ચંદાએ વિધાનસભા સંકુલનું નિરીક્ષણ કર્યું હતું.
આ ઉપરાંત તેમણે મતદાર ધારાસભ્યો કઈ રીતે મતદાન કરશે અને તેમના માટે કોઇ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કે કેમ, તે બાબતે તેઓ રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સાથે જ રૂમમાં મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંગે ચૂંટણી અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ૧૯ જૂન શુક્રવારે રાજ્યસભાની પાંચ બેઠકો પર મતદાન થવાનું છે, ત્યારે દિલ્હી ચૂંટણી પંચ દ્વારા નિમાયેલા ખાસ નિરીક્ષક રાઘવ ચંદાએ વિધાનસભા સંકુલનું નિરીક્ષણ કર્યું હતું. સાથે જ કોવિડ-૧૯ સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા પગલાથી માહિતગાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ધારાસભ્યો અગાઉ કોરોના પોઝીટીવ આવ્યા હતા. તેને ધ્યાનમાં રાખીને જે ધારાસભ્યો કોવિડ-૧૯ પોઝીટીવ હતા તેમની માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જે અંતર્ગત તેમના માટે અલગથી એન્ટ્રી એક્ઝિટ
પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. આમ, રાજ્યસભાની ચૂંટણીમાં કોવિડ-૧૯ સંક્રમણ ન ફેલાય તે માટે ખાસ કાળજી ચૂંટણીપંચ દ્વારા રાખવામાં આવી રહી છે.


Download Our B K News Today App



Related News