શંખેશ્વર તાલુકાના મંકોડિયા ગામે જૈન મુનિઓની નિશ્રામાંં ચબુતરાનું ઉદ્‌ઘાટન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-04 11:07:39
  • Views : 470
  • Modified Date : 2019-04-04 11:07:39


શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ શંખેશ્વર તાલુકાના મંકોડીયા ગામે મંકોડીયા પ્રાથમિક શાળા ખાતે જૈન
મુનિરાજ લલિતેશ વિજયજી મ.સા.ની પ્રેરણાથી મંકોડીયા પ્રાથમિક શાળામાં ચબુતરો આપવામાં આવેલ. જે
ચબુતરાના ઉદ્‌ઘાટન પ્રસંગે પૂ. મુનિરાજ નયશેખર વિ.મ.સા. પણ ઉપÂસ્થત રહેલ. સવારે ૧૦.૦૦ કલાકે જૈન મુનિઓ તથા મંકોડીયા ગામના ગ્રામજનો દ્વારા ચબુતરાનું ઉદ્‌ઘાટન કરવામાં આવેલ. આ પ્રસંગે નવઘણજી ઠાકોર, જયરામભાઈ રાવળ, કૌશલભાઈ જાષી, લાલો ભરવાડ તથા ગ્રામજનો ઉપÂસ્થત રહેલ. આ ચબુતરાના ઉદ્‌ઘાટન પ્રસંગે પૂજય મુનિરાજ લલિતેશ વિજયજી મ.સા.ની પ્રેરણા થી મંકોડીયામાં પ્રાથમિક શાળાના બાળક-બાલિકાઓને બિÂસ્કટનું વિતરણ કરવામાં આવેલ, સાથે મંકોડીયા પ્રાથમિક શાળાનાં શિક્ષકો દ્વારા પૂજય મુનિરાજ લલિતેશ વિ.મ.સા.તથા પૂ.મુનિરાજ નયશેખર વિજયજીનું પુસ્તક અર્પણ કરી બહુમાન કરેલ. કૌશલભાઈ જાષીને શાલ ઓઢાડી સન્માન કરેલ. આ ચબુતરાના ઉદ્‌ઘાટન પ્રસંગે મંકોડીયા ગામના ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપÂસ્થત રહેલ.



Download Our B K News Today App



Related News