પૂ.પ્રેમસૂરી મ.સા.ના જન્મ શતાબ્દિ નિમિત્તે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-03 11:36:17
  • Views : 623
  • Modified Date : 2019-04-03 11:40:45

 ઉત્તર ગુજરાતની ધન્ય ધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થેના ઉપક્રમે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહાર જૈન ટ્રસ્ટ મધ્યે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રીમદ્દ પ્રેમ સૂરીશ્વરજી મ.સા.ના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહાર સ્ટાફનો ભોજન સમારંભ યોજાયેલ. ૧૦૮ ભÂક્ત વિહારના પ્રાંગણે ફાગણ સુદ ૧૫ના  દિવસે તપાગચ્છાધિપતિ પૂ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની ગુરૂમૂર્તિના પાંંચ અભિષેક તથા ગુરૂ પ્રેમની ગુણાનુવાદ સભા યોજાઈ હતી. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહારના સ્ટાફ મિત્રો તથા અન્ય ગુરુભક્તોએ મોટી સંખ્યામાં હાજરી દર્શાવી હતી. આ પ્રસંગે પૂ.મુનિરાજ નયશેખર વિ.મ.સા. તથા પૂ.શૌર્યશેખર વિ.મ.સા.ની પ્રેરણાથી ૧૦૮ રૂ.ની પ્રભાવના થઈ હતી. તે દિવસનો માહોલ જાઈ શ્રી ૧૦૮ ભÂક્ત વિહારના મેનેજર
બ્રીજેશભાઈ ભંડારીને ભાવ થયો કે માટે પ્રેમ પ્રસાદી રૂપે સ્ટાફ મિત્રોને ભોજન કરાવવું છે. અને તેમની ભાવના પરિપૂર્ણ થઈ ગુરૂ ભગવંતોના ગોયરીના વ્યવસ્થા કરવામાં આવેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભÂક્ત વિહાર જૈન ટ્રસ્ટ તથા પ્રેમરત્ન પરિવાર દ્વારા બ્રીજેશભાઈ ભંડારીનું બહુમાન કરવામાંમ આવેલ. પૂ.મુનિરાજ નયશેખર વિ.મ.સા. એક કારવીન કરેલ સુંદર નવકાર મંત્રની ફ્રેમ તથા મહાવીર સ્વામીની ફ્રેમ અર્પણ કરેલ. સાથે સાથે પૂ.મુનિ દ્વારા સંકલન હિતશિક્ષા છત્રીશી
પુસ્તક અર્પણ કરેલ. આ પ્રસંગે બ્રીજેશભાઈ ભંડારીના પરિવારજનો ઉપÂસ્થત રહેલ. આ પ્રસંગે નટુભાઈ ભંડારી, આશિષભાઈ શાહ, કિરીટભાઈ શાહ, પરબતભાઈ પટેલ, જયેશભાઈ શાહ, મુળજીભાઈ વાઘેલા, કાંતિભાઈ જાષી, સચિનભાઈ રાવળ અહિ સ્ટાફ મિત્રોએ આ કાર્ય બદલ ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી.


Download Our B K News Today App



Related News