પાટણ શહેર ડેન્ગ્યુના ભરડામાં ૨૦ દિવસમાં ૨૦૦ થી વધારે શંકાસ્પદ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-04 11:29:50
  • Views : 423
  • Modified Date : 2019-11-04 11:29:50

પાટણ શહેરમાં છેલ્લાં બે મહિનાથી તાવના કેસ વધુ જોવા મળી રહ્યા હતા અને જેના કારણે પાટણના તમામ દવાખાનાઓ હાઉસફુલ જોવા મળી રહ્યા છે. પરંતુ છેલ્લાં ૨૦ દિવસમાં
પાટણ શહેરમાં ડેન્ગ્યુના  તાવે ઉપાડો લીધો છે અને જ્યાં દેખો ત્યાં ડેન્ગ્યુના દર્દીઓ જોવા મળી રહ્યા છે. છેલ્લાં ૨૦ દિવસમાં
પાટણની લેબોરેટરીઓના અહેવાલ પ્રમાણે ૨૦૦ કરતા
પણ વધારે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ જોવા મળ્યા છે. જેથી આ બાબતે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી જવા પામ્યુ છે, છતાં પણ પાલિકાના સત્તાધીશોની ઉંઘ ઉડતી નથી.
આ વર્ષે બીમારીઓનું પ્રમાણ વધતા દવાખાનાઓ સતત છેલ્લાં બે મહિનાથી ઉભરાતા જોવા મળી રહ્યા છે. જેમાં પાટણ શહેરની વાત કરવામાં આવે તો છેલ્લાં બે મહિનામાં  શહેરમાંથી ૫૦% થી વધારે લોકો બીમાર પડી ચુક્યા છે. છેલ્લાં એક મહિનાથી ડેન્ગ્યુનો કહેર વધવા લાગ્યો છે. ડેન્ગ્યુ તાવ મેલેરીયાની જેમ જ મચ્છરથી ફેલાતો રોગ છે અને ચોમાસામાં અને ઉનાળામાં આ રોગ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ એક સૂક્ષ્મ જીવાણુ જેને ડેન્ગ્યુ વાયરસ નામના જંતુ કહે છે તેનાથી થાય છે અને તેના ચાર પ્રકાર જોવા મળે છે. જેથી
પાટણ શહેરમાં છેલ્લાં ૨૦ દિવસમાં ૨૦૦ કરતા પણ વધારે ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ બહાર આવ્યા હોવાનું પાટણમાં આવેલ લેબોરેટરીઓના અહેવાલથી જાણવા મળ્યુ છે. જેમાં ૭૦ જેટલા પોજીટીવ કેસ બહાર આવ્યા છે અને તેમાં એક યુવતિનું મોત નિપજ્યુ છે, તેવા પણ અહેવાલ મળી રહ્યા છે. જેથી પાટણ જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીએ
પોતાના તમામ સ્ટાફને આ બાબતે તાત્કાલિક તપાસ હાથ ધરવા માટે જાણ કરી છે. ત્યારે બીજી તરફ પાટણની સિવિલમાં પણ આવા દર્દીઓ ઉભરાઇ રહ્યા છે. ત્યારે બીજી તરફ આટલા મોટા પ્રમાણમાં દર્દીઓ હોવા છતાં પાટણ
નગરપાલિકાના સત્તાધિશોના પેટમાંથી પાણી પણ હલતુ નથી. ક્યાંય દવાનો છંટકાવ પણ કરવામાં આવતો ન હોવાથી લોકોમાં પાલિકાના સત્તાધિશો પ્રત્યે ભારે આક્રોસ જોવા મળી રહ્યો છે.


Download Our B K News Today App



Related News