અમૂલની મસાલા છાશનું ઉત્પાદન હવે બનાસ ડેરીમાં બે લાખ લિટર પ્લાન્ટનો ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે શુભારંભ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 10:31:38
  • Views : 277
  • Modified Date : 2021-03-09 10:31:38

બનાસ ડેરી પાલનપુર ખાતે ચેરમેન  શંકરભાઈ ચૌધરીના વરદ હસ્તે બનાસ ડેરીના યુએચટી પ્લાન્ટમાં નિર્માણ
પામેલા અત્યાધુનિક તકનીક ધરાવતા અમૂલની પ્રખ્યાત મસાલા છાશના પ્રોસેસિંગ અને પેકેજીંગ પ્લાન્ટનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રૂપિયા ૧૦.૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ પ્લાન્ટમાં રોજની બે લાખ લિટર અમૂલ મસ્તી મસાલા છાશ પેક થઇ શકશે.
યુએચટી ટેટ્રાપેકમાં પેક થનાર અમૂલ મસ્તી મસાલા છાશને સામાન્ય વાતાવરણમાં એકસો એંસી દિવસ સુધી જાળવી શકાય છે. આમ
પહેલા બનાસ ડેરી પાલનપુર ખાતે  યુએચટી  ટેટ્રાપેકમાં માત્ર દૂધનું પેકેજીંગ કરવામાં આવતું હતું. હવે સાથે સાથે છાશનો પેકેજીંગ પ્લાન્ટ કાર્યરત થતાં દૂધનું વધુ વેલ્યુ એડીશન થઇ શકશે. અને સરવાળે પશુપાલકોને વધુ ફાયદો થશે. અમૂલ મસ્તી મસાલા છાશનું ફાસ્ટફૂડ સાથે પણ ચલણ વધી રહ્યું છે. કાર્બોહાઈડ્રેટ પીણાંની જગ્યાએ છાશ ખૂબ જ આરોગ્યવર્ધક પીણાં તરીકે  વપરાશમાં લેવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News