બનાસકાંઠામાં એચ.ટી.બી.ટી. બિયારણના વેચાણ મામલે ભારતીય કિસાન સંઘનો વિરોધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-10 11:18:40
  • Views : 591
  • Modified Date : 2019-08-10 11:18:40

બનાસકાંઠા જિલ્લામાં એચ.ટી.બી.ટી. નામનું
કપાસનુ બિયારણ બજાર અને ખેડૂતોના ખેતરો સુધી વેચાણથી પહોંચી ગયુ હોવાની અને આ બિયારણને સરકારે મંજુરી ન આપી હોવા છતા અને આ બિયારણ પર વપરાતી નિંદામણનાશક દવા ગ્લાયફોસેટ એ કેન્સર પેદા કરનાર છે. તે ૧૧ દેશોના ૧૭ વૈજ્ઞાનિકોની પેનલે જાહેર કરેલ છે. તેમ છતા આ બિયારણ વેચાણ થઈ રહ્યુ હોવાની રાવ સાથે આજે ભારતીય કિસાન સંઘ દ્વારા બનાસકાંઠા કલેક્ટરને આ બાબતે લેખિત આવેદનપત્ર પાઠવી આ બિયારણના વેચાણને અટકાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ભારતીય કિસાન સંઘના આગેવાનો અને ખેડૂતોની
ઉપÂસ્થતિમાં આજે બનાસકાંઠા કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવવામાં આવેલ હતુ. જેમાં જણાવાયુ હતુ કે હાલમાં ચર્ચા મુજબ માનવ અને જનજીવન માટે અત્યંત ઘાતક અને ખતરા સમાન છે તે એચ.ટી.બી.ટી કપાસનું બિયારણ બજારમાં અને ખેડૂતોના ખેતરો સુધી પહોંચી ગયુ છે. આ ખુબ જ સંવેદનશીલ વિષય છે. કે જ્યારે આવા બીજની કોઈ જ મંજુરી સરકારે આપી નથી.તેમ છતા કંપનીઓ પાછળના દરવાજાથી ગેરકાનૂની રીતે માત્રને માત્ર પોતાના ફાયદા માટે બજારમાં આવી ગયેલ છે. આ રીતે બિયારણ જ નહી પણ સાથે સાથે ગ્રાહકોને કેન્સર પણ થઈ શકે તેમ છે તેમ જણાવાયુ છે. ત્યારે આ બિયારણ જેમના દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ બાબતને અનુલક્ષીને કેટલી માંગણીઓ પણ આવેદનપત્રમાં કરવામાં આવી છે. તેમાં આ બાબતે નિષ્પક્ષ તપાસ કરીને દોષિતોને દંડ  અને સજા કરવામાં આવે તેમજ જે કંપનીઓએ આ ખોટુ બિયારણ અનઅધિકૃત રીતે ખેડૂતો સુધી પહોંચાડ્‌યુ છે. તેમને પ્રતિબંધિત કરીને તેમને ભારત છોડવાનો નિર્દેશ કરવામાં આવે. અને ગ્લાયફોસેટ રસાયણ કેન્સર પેદા કરનાર જે ટેકનીકલ આમા ઉપયોગમાં લેવાય છે તે બધાને પ્રતિબંધિત કરવામાં આવે તેમજ કોઈપણ જા આ રસાયણને આયાત કરે તો તેમને આજીવન સજાની જાગવાઈ કરવામાં આવે અને આવા બિયારણોની ચકાસણી માટે અધિકૃત છે તે જી.ઈ.એ.સી.આ બાબતે હજુ ચૂપ હોવાના પણ ખેડૂતોએ આક્ષેપ કર્યા છે તેથી તેને દુર કરીને નવી સંસ્થાનું ગઠન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News