વિરમગામ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ઘોષ સંચલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-08 11:15:01
  • Views : 265
  • Modified Date : 2021-03-08 11:15:01

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા બધા જ જિલ્લાઓમાં મહાશિવરાત્રિના દિવસે ઘોષ દિન તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રવિવારે વિરમગામ જિલ્લા કેન્દ્ર ઉપર ઘોષ સંચલનનું આયોજન કરવામાં આવેલ હતું. વિરમગામ નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઘોષ વાદકોએ ઉપસ્થિત રહીને નગરના મુખ્ય માર્ગો પર સંચલન કર્યું હતું. વિવિધ રચનાઓ સાથે, નીકળેલ ઘોષ સંચલનના લીધે વિરમગામ નગરના મુખ્ય માર્ગો પર રાષ્ટ્રવાદી વાતાવરણ સર્જાયું હતું. ઠેક ઠેકાણે નગરના પ્રબુદ્ધ નગરજનો દ્વારા પુષ્પ વૃષ્ટિ કરી ને આ સંચલનનું સ્વાગત કરવા માં આવ્યું હતું. વિરમગામ ખાતે શિસ્તબદ્ધ, એક લય, એક તાલ સાથે નિકળેલ જીલ્લા ઘોષ સંચલન નગરજનોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Download Our B K News Today App



Related News