શિક્ષણ અને સ્કીલના માધ્યમથી તમારી શક્તિઓ વિકસાવી આગળ વધીએ કલેકટર સંદીપ સાગલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-04 11:27:52
  • Views : 423
  • Modified Date : 2019-12-04 11:27:52

પાલનપુર ખાતે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ભવનમાં કલેકટર સંદીપ સાગલેના અધ્યસ્થાને સમાજ સુરક્ષા ખાતા, બનાસ દિવ્યાંગ ચેરીટેબલ ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વિકલાંગ વિકાસ ટ્રસ્ટના સહયોગથી વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કલેકટર સંદીપ સાગલેએ દિવ્યાંગોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, શિક્ષણ અને સ્કીલના માધ્યમથી તમારી શક્તિઓ વિકસાવી આગળ વધીએ. તેમણે સમાજ સુરક્ષા ખાતા અને એન.જી.ઓ.ને અભિનંદન
પાઠવતાં કહ્યું કે, સરકારે દિવ્યાંગોના કલ્યાણ માટે અનેકવિધ યોજનાઓ બનાવી પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. માર્ગ અને મકાન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટર સામે પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.
મળતી માહિતી મુજબ, સરહદી વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં દર પૂનમે ભવ્ય લોકમેળો ભરાય છે જેથી વાહનોની ભારે અવરજવર રહેતી હોય છે. ઘણાં વર્ષો પછી આ રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. છતાં પણ યાત્રાધામ ઢીમાથી થરાદને જોડતા રોડની કામગીરીઓમાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. માત્ર છ માસમાં જ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્‌યાં છે. ત્યારે રોડની ગુણવત્તાને લઈને અનેક શંકાઓ ઉભી જ થઈ છે. રોડની કામગીરીઓ છ માસમાં પૂર્ણ કરવાની હતી જે ધીમી ગતિએ બે વર્ષ સુધી ચાલી હતી. ત્યારે બે વર્ષ સુધી વાહનચાલકો સહિત યાત્રાધામ ઢીમા ધામ ખાતે આવતાં હજારો શ્રદ્ધાળુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. તો વળી આ રોડનું સત્વરે પેવરકામ થાય તેવી લોકમાંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News