જામનગરમાં ચંદનનાં લાકડાં 10 લાખનાં 300 કિલોનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-11 10:57:56
  • Views : 698
  • Modified Date : 2020-10-11 10:57:56

   જામનગરમાં જયંત સોસાયટીમાં રહેતા અગ્રણી બિલ્ડર જિતેન્દ્રભાઇ ગોરિયાના માતા અને દ્વારકા જિ. પંચાયતના પૂર્વ પ્રમુખ મીતલબેન ગોરિયાના સાસુ મલુબેનનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું. આથી માણેકબાઇ સુખધામ આદર્શ સ્મશાનમાં શનિવારે સ્વ.મલુબેન રામશીભાઇ ગોરિયાના તેમના પરિવાર દ્વારા ચંદનના લાકડાંથી અંતિમ સંસ્કાર કરાયા હતાં. જામનગરના ઇતિહાસમાં સંભવત: પ્રથમ વખત ચંદનના લાકડાંથી અંતિમ સંસ્કાર થયા હતાં. મલુબેનના અંતિમ સંસ્કારમાં અંદાજીત રૂ.10 લાખની કિંમતના 300 કિલો ચંદનના લાકડાંનો ઉપયોગ થયો હતો. જે અમદાવાદથી મંગાવાયા હતાં. ચંદનના લાકડાં ઉપરાંત 100 કિલો સવનના લાકડાંનો ઉપયોગ પણ થયો હતો..

Download Our B K News Today App



Related News