સાણંદ તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 13:39:18
  • Views : 369
  • Modified Date : 2019-09-28 13:39:18

ગુરુવારે રાતભર હળવાથી ભારે ઝાંપટા તેમજ શુક્રવારે દિવસભર વરસેલા વરસાદથી સાણંદ પંથકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે તાલુકામાં મૌસમનો ૯૦૩ મિમી એટલે કે ૩૬ ઇંચ વરસાદ નોંધાયો છે. તો ભારે પવન સાથે વરસેલા વરસાદથી ડાંગર અને બાજરી જેવા પાકને નુકસાન થયાના અહેવાલ સાંપડ્યા છે. તો વરસાદને કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ વરસાદથી તમાકુ, અેરંડા તેમજ કઠોળ જેવા પાકોને ફાયદો થશે તો જુવાર અને મકાઇ જેવા પાકોને નુકસાની થવાની ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી હતી. શુક્રવારે દિવસભર હળવાથી ભારે ઝાંપટા પડતા શહેરીજનોએ ગરમીથી છુટકારો મેળવ્યો હતો.વરસાદની સાથે પવન ફુંકાતા નળકાંઠા વિસ્તારમાં ડાંગરના પાકનો સોથ વળી ગયો. સાણંદ પંથકમાં ગુરુવારે સાંજના સુમારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસેલા વરસાદને કારણે ડાંગરનો પાક ઢળી પડ્યો હતો. મોટાભાગના ખેડૂતોએ આગોતરી રોપેલી ડાંગરમાં અત્યારે ડુંડીઓ આવવાનું શરુ થયુ છે તેવા સમયે ભારે વરસાદ અને પવનને કારણે ડાંગરનો છોડ વજન ન ખમી શકતા પાણી ભરેલી ક્યારીઓમાં જ ઢળી પડ્યો હતો. ખેડૂતોએ ત્રણ મહિનાની મહેનત બાદ તૈયાર કરેલો ડાંગરનો પાક ઢળી પડેલો જોઇને અનેક ખેડૂતોમાં ચિંતા સાથે ફફડાટ ફેલાઇ ગયો છે. ગયા વર્ષે પાણી ન મળવાને કારણે અને આ વર્ષે વધારે વરસાદ અને પવનના કારણે ધરતીપુત્રોએ ફરીથી નુકસાની વેઠવાનો વખત આવ્યો છે. નળકાંઠા સહિત સાણંદ તાલુકામાં ડાંગર પકવતા અનેક ખેડૂતોને ભારે નુકસાની થયાના અહેવાલ સાંપડ્યા છે.

Download Our B K News Today App



Related News