ગોકુલ યુનિવર્સિટી સિધ્ધપુરના સહયોગથી વાલ્મિકી સમાજનો સમુહલગ્ન યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 12:06:38
  • Views : 587
  • Modified Date : 2019-05-14 12:09:52

ખાતે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના  ચેરમેન બલવંતસિંહ રાજપૂત (ચેરમેન, જીઆઇડીસી)ના સહયોગથી વાલ્મિકી સમાજની ૩૦ કન્યાઓએ પ્રભુતામાં પગલાં
પાડયા હતા. પાટણ બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો સમાજને સંગઠિત રાખવા અને લગ્ન પ્રસંગે ખોટા ખર્ચા ન કરવા પ્રતિબદ્ધ છે. મકતુપુરના પટેલ હીરાભાઈ અમથારામ
પરિવાર તરફથી કન્યાઓને આપવા સારુ તાંબાના બેડા, લોટા અને કાસાના વાટલાનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તે
ઉપરાંત વિવિધ દાતાઓ તરફથી કન્યાઓને ચાંદીની પાયલ, મંગળસૂત્ર, પાનેતર , નાકની સોનાની ચુની, પિત્તળના બુઝારા, બાજોટ, વરની સફારી, દીકરી દીવા માયરામાં વરના પેન્ટ પીસ દીકરીઓને કાંડા ઘડિયાળ વિગેરે ચીજ વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી. પ્રખર અર્થશાસ્ત્રી જયનારાયણ વ્યાસે ખાસ
ઉપસ્થિત રહી વર કન્યાઓને આશીર્વાદ પાઠવ્યા હતા.
 આ પ્રસંગે બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ મહાયજ્ઞના  આયોજકો  અને  તેમાં ભાગ લેનાર  વર-કન્યાના  વાલીઓને  હું ખુબ ખુબ અભિનંદન આપું છું.  સમાજ ઉત્થાનનું આ પ્રથમ પગથિયું છે. વાલ્મિકી સમાજના ઉપસ્થિત રહેલ ૪૦૦૦ થી વધુ લોકોને બિરદાવ્યા હતા. તેઓએ મંડપ અને ઉપસ્થિત સર્વે માટે ભોજનનો સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે પરબતજી રાજપૂત કાકોશી, વિનુભાઈ પ્રજાપતિ, વિક્રમસિંહ ઠાકોર,  જશુભાઇ પટેલ ,જે .ડી .પટેલ, ભરતભાઇ મોદી વિગેરે
ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સિધ્ધપુર વાલ્મિકી સમાજ સમુહલગ્ન સમિતિના પ્રમુખ મકવાણા અમૃતલાલ, સંગઠન મંત્રી મોહનભાઈ મકવાણા, ઓડીટર ભીખાભાઈ મકવાણા  તેમજ યુવાનો અને વડીલોએ ભારે જહેમત ઉઠાવી હતી.
આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News