વિકાસથી વંચિત વાવોલમાં સુવિધા વિના સમસ્યાઓના ઢગલા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-08 12:19:43
  • Views : 324
  • Modified Date : 2020-09-08 12:19:43

ગાંધીનગર શહેર વસાહત મહાસંધની  વાવોલ ખાતે અમરસિંહ ગોલના અદયક્ષ સ્થાને મળેલી બેઠકમાં આમંત્રિત મહેમાન તરીકે અશોકભાઈ પટેલ શ્રોફ, પૂર્વ સરપંચ કમલેશસિહ ગોલ, ધનશામસિહ ગોલ વગેરે હાજર રહ્યા હતા. આ બેઠકમાં દેવુસિંહ ગોલ દ્વારા વાવૉલમાં સાફસફાઈ કે ગટરોની વ્યવસ્થા, જાહેર શોચાલય, સ્મશાન ઞૃહ મરામત, તુટી ગયેલાં રોડ રસ્તા, જન્મ મરણ દાખલા અંગે પડતી તકલીફ જણાવી હતી. આ ઉપરાંત રસ્તાઓમાં ભરાતાં વરસાદી
પાણી, ગામની મિલકત શ્રીસરકાર ગણવામાં આવેલ છે, માલિકી હક છીનવાઈ ગયેલ છે, પંચાયત કમૅચારીઓને પગાર મળતો નથી, આરોગ્ય કેન્દ્ર, પોલીસ ચોકી, રમતગમત મેદાન, બગીચો નથી. જ્યારે કુબેર નગરમાં સાફસફાઈ પાણી ગટરની વયવસથા નથી. તો ગામની ભાગોળે શાકમાર્કેટને ઓટલા છત સાથે બનાવી
 આપવા સાથે રાત્રે પોલીસ
પેટ્રાલિંગ કરવા અને વાવોલ ફાટકે બિજ બનાવવા રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રસંગે મહાસંઘના હોદ્દેદારો કેશરીસિંહ  બિહોલા, રાજેન્દ્ર
પારેખ, પદિપસિહ બિહોલા,
કે.પી.સોલંકી, લાલુભા વાધેલા, જે.કે.પરમાર, હરિભાઈ પટેલ, કાનજીભાઈ દેસાઈ, સી.કે. સોની જયેન્દ્રભાઈ ઠકકર વગેરે હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News