ભારતીય કન્ઝ્યુમર માટે સેમસંગ એર ડ્રેસર લોન્ચ કરશે, કપડાં હેન્ગર પર લટકાવતાં જ સ્વચ્છ થઈ જશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 14:31:52
  • Views : 303
  • Modified Date : 2020-12-19 14:31:52

    ટૂંક સમયમાં હવે તમારે કપડાં ધોવા અને સુકવવા માટે તમારે કોઈ વધારે મહેનત નહિ કરવી પડે. હવે કોઈ પણ કપડાંને તમે સેમસંગના અપકમિંગ મશીનના ઉપયોગથી જ્યારે ઈચ્છો ત્યારે સાફ અને રિફ્રેશ કરી શકો છો. સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ ભારતમાં તેનો પોર્ટફોલિયો વધારવા માટે આ પ્રકારની યોજના બનાવી રહી છે.સેમસંગ કપડાંની દેખરેખ માટે સ્માર્ટ ક્લોધિંગ કેર સોલ્યુશન ડિવાઈસ એર ડ્રેસર લોન્ચ કરી શકે છે. આ ડિવાઈસનાં માધ્યમથી કન્ઝ્યુમર્સ પોતાના ઘરમાં સરળતાથી ડેઈલી બેઝિસ પર કપડાં સ્વચ્છ કરી શકે છે. આ ડિવાઈસને આગામી અઠવાડિયે ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે.સેમસંગનું આ એર ડ્રેસર આ વર્ષે નવેમ્બરમાં યુકેમાં લોન્ચ થયું છે. કંપનીનો દાવો છે કે એર ડ્રેસરના ઉપયોગથી કપડાં ધોયા વગર જ રિફ્રેશ કરી શકાશે. આ મશીન કપડાંને રિફ્રેશ કરવાની સાથે સેનિટાઈઝ પણ કરે છે. યુકેમાં ડ્રેસરની કિંમત ભારતીય ચલણ પ્રમાણે આશરે 1 લાખ 98 હજાર રુપિયા છે. આ ડિવાઈસ ક્રિસ્ટલ મિરર કલરમાં અવેલેબલ છે. વેબસાઈટ પર તે 23 જાન્યુઆરીથી અવેલેબલ થશે.

    સેમસંગ યુકે બાદ હવે ભારતમાં તેનાં લોન્ચિંગની તૈયારી કરી રહી છે. આશા છે કે આગામી અઠવાડિયાંમાં તેનું લોન્ચિંગ થશે. જોકે કંપનીએ લોન્ચિંગ ડેટ વિશે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.સેમસંગનું આ ડ્રેસર કેટલાક ખાસ ફીચર સાથે લોન્ચ થશે. તેમાં જેટ એર સિસ્ટમ છે. તેમાં 3 એર હેન્ગર્સ હશે. કોઈ પણ પ્રકારના કપડાંને સ્વચ્છ કરવા માગતા હો તો તેને આ હેન્ગર પર લટકાવવાના રહેશે. ત્યારબાદ મશીન આપમેળે કપડાંમાંથી દુર્ગંધ અને જર્મ્મ દૂર કરશે. સેમસંગનો દાવો છે કે તે ખૂબ ઓછા અવાજ અને વાઈબ્રેશન સાથે કામ કરશે. તેનો ફાયદો તેવા યુઝર્સને થશે જે ડ્રાય ક્લીનિંગ મશીનને ઘરની અંદર રાખવા માગે છે.




Download Our B K News Today App



Related News