ગેળા ગામમાં પ્લાસ્ટિક અગરબત્તી તેલ સિંદૂર પર સંપૂર્ણ પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-19 12:00:01
  • Views : 1704
  • Modified Date : 2019-08-19 12:00:01

લાખણી તાલુકાના ગેળા ગામે ગ્રામજનો, દુકાનદારો ભાઈઓ અને વડીલો સાથે મળીને ગતરોજ એક મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં  પ્લાસ્ટિક અગરબત્તી તેમજ તેલ - સિંદૂર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.
ગેળા ગામે આવેલ શ્રીફળ હનુમાન બનાસકાંઠા જિલ્લો તેમજ સમગ્ર દેશમાં પ્રખ્યાત છે. અહી દર શનિવારે હજારોની
સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે. ત્યારે ગત રોજ ગામની વડીલો, અગ્રણીઓ અને દુકાનદાર ભાઈઓની એક બેઠક મળી હતી. આ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવાયો હતો. જેમાં પ્લાસ્ટિકની અગરબત્તી, તેલ-સિંદુર  પ્લાસ્ટીકના ઝભલા, અને આંકડાની માળા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. અને તમામ સાથ સહકાર આપે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. જા કોઈને તેલ-સિંદુર ચડાવવું હોય તે તેના પૈસા દાન પેટીમાં મુકવા. અને પ્લાÂસ્ટકના ઝભલાની જગ્યાએ કપડાની થેલીઓ વાપરવી. જા કોઈ આ નિયમનું ઉલ્લંઘન કરશે તો તે વ્યÂક્ત પાસેથી રૂ. ૧૧૦૦ દંડ વસુલ કરવામાં આવશે. આ નિર્ણયમાં તમામ ગ્રામજનો અને વેપારી મિત્રોએ સાથ સહકાર આપવાની સહમતી દર્શાવી હતી.

Download Our B K News Today App



Related News