પાવાગઢ ખાતે આપવામાં આવતા પ્રસાદમાં વપરાતા ઘીના સેમ્પલ પાસ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-18 16:12:29
  • Views : 102
  • Modified Date : 2023-10-18 16:12:29

પાવાગઢ મંદિરમાં સુખડીના પ્રસાદમાં વપરાતા ગાયના ઘીના નમૂના પાસ થયા છે. અંબાજી બાદ પાવાગઢમાં સુખડીના પ્રસાદના સેમ્પલ લેવાયા હતા. જયાં સુખડીના પ્રસાદમાં ઉપયોગ લેવાતા ઘીમાં કંઈ વાંધાજનક ન હોવાનો રિપોર્ટ આવ્યો છે. અંબાજીમાં મોહનથાળ બનાવવાના ઘીમાં ભેળસેળની ઘટના સામે આવતા ગોધરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સુખડીના સેમ્પલ લીધા હતા.નવરાત્રીના નવ દિવસ અને પૂનમ સુધી પાવાગઢમાં 35 ટન જેટલી સુખડી બનાવવામાં આવે છે. આ સુખડી બનાવવામાં ઉપયોગમાં લેવાતું ગાયનું શુદ્ધ ઘી મહારાષ્ટ્રથી લાવવામાં આવે છે અને કોલ્હાપુરથી કોલ્હાપુરી ગોળ મંગાવવામાં આવે છે. જોકે ભકતોમાં પણ આ સમાચારને લઈ ખુશીનો માહોલ છે.

Download Our B K News Today App



Related News