પાણી પુરવઠા વિભાગની બેદરકારી કે ગ્રામ પંચાયતની બેદરકારી સુઇગામના મેધપુરા ગામમાં પાણી પીવાનો સંપ ખુલ્લો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-02 11:09:09
  • Views : 484
  • Modified Date : 2019-07-02 11:09:09

બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ તાલુકામાં જાણે પાણી પુરવઠા વિભાગને કોઈપણ જાતનો ઉચ્ચ અધિકારીઓનો ડર ન હોય તેવી રીતે સરહદી લોકોને પીવાનું પાણી આપે છે. જાણે અધિકારીઓ મહેરબાન ન હોય તેવી રીતે ચેડા કરી રહ્યો છે. ત્યારે આજે વધુ એક ગંભીર તસવીરો કેમેરામાં કેદ થઈ છે.
ભારત પાકિસ્તાન બોડરનું છેલ્લું ગામ એટલે મેધપુરા ગામ. જ્યાં કેટલા સમયથી સંપ ખુલ્લો જોવા મળી રહ્યો છે. ત્યારે પર્સન ત્યાં થાય છે કે પાણી પુરવઠા વિભાગની બેદરકારી છે કે ગ્રામ
પંચાયતની. બંનેમાંથી એક જણ નક્કી કરીને જે સંપ ખુલ્લો છે તેના ઉપર વ્યવÂસ્થત ફિટ કરીને બાજુમાં બનાવેલ ચકલીઓમાં પાણી છોડવામાં આવે તો ત્યાંથી ગુહિણીઓ
પાણી ભરી શકે. ત્યારે એક મહિલાએ મૌખિક  જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ આ સંપમાં એક ઝેરી વીંછી પડ્‌યો હતો તેને મરેલો બાર નીકાળવામાં આવ્યો હતો. જેથી કરીને અમે ચિંતિત છીએ કે  ગામમાં કોઈપણ મોટી જાનહાની થાય તો તેનું જવાબદાર કોણ. ત્યારે જો મેધપુરા ગ્રામ પંચાયત કે
પાણી પુરવઠા વિભાગ દ્વારા નક્કી કરીને આ સંપને પેક કરવામાં આવે તો મોટી જાનહાની ટળી શકે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.

Download Our B K News Today App



Related News