કલોલ તાલુકાના સરપંચો સાથે ડીડીઓએ વિડીયો કોલીંગથી ગામની સમીક્ષા કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-08 12:00:11
  • Views : 545
  • Modified Date : 2020-05-08 12:00:11

 ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે કલોલ તાલુકા પંચાયત ખાતેથી તાલુકાના વિવિધ ગામોના સરપંચો સાથે વિડીયો કોલીંગથી વાત કરી ગામની વર્તમાન
પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી આર.આર. રાવલે કોરોનાના કેસોની પરિસ્થિતિની સમીક્ષા માટે કલોલ તાલુકાના
પલસાણા અને જાસપુર ગામની મુલાકાત લીધી હતી. ગામના સરપંચ અને તલાટી પાસેથી ગામમાં કોરોના વાયરસની
પરિસ્થિતિ કેવી છે. ગામમાં માસ્ક ફરજીયાત પહેરવાનું અમલીકરણ કેવી રીતે કરવામાં આવે છે. ગામમાં કરિયાણા, દવાની દુકાન હોય તો ત્યાં અને અન્ય જીવન જરૂરિયાત વસ્તુઓનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સીંગથી કરવામાં આવે છે કે નહિ, લોકડાઉનના અમલીકરણ જેવી વિવિધ બાબતોની બારીકાઇથી માહિતી મેળવી હતી. તે ઉપરાંત કલોલ તાલુકા પંચાયત ખાતેથી કલોલ તાલુકાના વિવિધ ગામોના સરપંચ સાથે વિડીયો કોલીંગથી વાત કરી હતી ગામની વર્તમાન
પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ કોરોના વાયરસને નાથવા માટે ગામમાં સરકાર દ્વારા અપાતા માર્ગદર્શનનું સુચારું પાલન કરાવવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું. દરેક સરપંચને ગામને મારું ગામ કોરોનામુક્ત ગામ બનાવવાની દિશામાં અસરકારક કામગીરી કરવા માટે પણ ખાસ અનુરોધ કર્યો હતો. લોકડાઉનની કડક અમલીવારી અને ગામમાં કોઇ બહારથી આવે તો તેની જાણ આપને થાય તે અંગેની જાગૃતિ ગ્રામજનોમાં આવે તેવું આયોજન કરવા માટે ભારપૂર્વક જણાવ્યું હતું.  જિલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલે કલોલ ચીફ ઓફિસર, તાલુકા હેલ્થ ઓફિસર અને તાલુકા વિકાસ અધિકારી સાથે સમીક્ષા બેઠક પણ યોજી હતી. કલોલ શહેર સાથે ગ્રામીણ આરોગ્યની સ્થિતિ, લોકડાઉનની અમલીકરણની સ્થિતિ,
ફરજીયાત માસ્ક પહેરવાના જાહેરનામાના અમલીકરણ બાબતે, ક્વોરોન્ટાઇન ફેસીલીટી વ્યવસ્થા તથા કોરોના વિષયક ગંભીર બાબતો પર સમીક્ષા કરી જરૂરી સૂચનો આપ્યા હતા.


Download Our B K News Today App



Related News