ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-23 12:19:16
  • Views : 528
  • Modified Date : 2020-04-23 12:19:16

પાટણ જિલ્લા સેવા સદન ખાતે ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ મમતા વર્માના અધ્યક્ષસ્થાને કોરોના વાયરસ અંતર્ગત કરવામાં આવેલ કામગીરીની સમીક્ષા માટે બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે આરોગ્યની સેવાઓ સહિત જિલ્લા વહિવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરીથી સચિવને અવગત કર્યા હતા.
નોવેલ કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખી શકાય તે માટે પાટણ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લેવામાં આવેલા નિવારાત્મક પગલાઓ તથા કામગીરીની સમીક્ષા કરવા, અસરકારક અમલીકરણ અને જરૂરી માર્ગદર્શન પૂરૂં
પાડવા માટે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ અને ખાણ વિભાગના સચિવ મમતા વર્માને જવાબદારી સોંપવામાં આવી છે. કલેક્ટર કચેરી ખાતે સચિવના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરે કોરોના વાયરસ અંતર્ગત જિલ્લામાં તૈયાર કરવામાં આવેલી કોવિડ હોસ્પિટલ્સ, કોવિડ કેર સેન્ટર અને કોરોન્ટાઈન ફેસિલિટીની વિગતવાર માહિતી આપી હતી. હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ
ઉપરાંત અર્બન ક્લિનિક અને ટેલીમેડિસીન વ્યવસ્થાથી
આપવામાં આવતી સારવાર તથા જે વિસ્તારમાંથી કોવિડ-૧૯ પોઝીટીવ કેસ આવ્યા છે ત્યાં કન્ટેઈનમેન્ટ પ્લાન મુજબની કામગીરી અંગે સચિવને અવગત કર્યા હતા.  

Download Our B K News Today App



Related News