અંબાજી ખાતે ભાદરવી મેળાના આયોજનની સમીક્ષા બેઠક
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-07 11:23:40
- Views : 545
- Modified Date : 2019-09-07 11:23:40
પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી મુકામે તા. ૮ થી ૧૪ સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબાજી ખાતે શ્રમ અને રોજગાર,
ડિઝાસ્ટર મેનેજમેન્ટ યાત્રાધામ વિકાસ મંત્રી દિલીપકુમાર
ઠાકોરના અધ્યક્ષસ્થાને મેળાની વ્યવસ્થાના આયોજનની સમીક્ષા બેઠક અધિકારીઓ સાથે યોજાઇ હતી. જેમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માઇભક્તો માટે કરવામાં આવેલ વ્યવસ્થાની સમીક્ષા કરતાં મંત્રીએ કહ્યુ કે, અંબાજી ભાદરવી મહામેળા પ્રસંગે દુરદુરથી લાખોની સંખ્યામાં માઇભક્તો ચાલતા આવે છે ત્યારે તેઓને જરૂરી તમામ સુવિધાઓ સરળતાથી અને
પુરતા પ્રમાણમાં મળે તથા યાત્રિકો માતાજીના સારી રીતે દર્શન કરી સુખરૂપ યાત્રા સંપન્ન કરી પોતાના ઘેર પહોંચે તે માટે સેવાભાવનાથી કામગીરી કરીએ.
બેઠકમાં અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ કલેકટર સંદીપ સાગલે અને વહીવટદાર એસ.જે.ચાવડાએ મેળાની વ્યવસ્થા અંગે માહિતી આપતાં જણાવ્યું કે, યાત્રિકોને સરળતાથી દર્શન થાય, પીવાનું સ્વચ્છ પાણી, આરોગ્યની
વ્યાપક સુવિધા, લાઇટીંગની સોલાર તથા જનરેટર સાથે સુવિધા, સ્વચ્છતા, પરિવહન અને પાર્કિગ સુવિધા, વિસામા કેન્દ્રો, સાંસ્કૃતિક પ્રોગ્રામ તથા સુદ્રઢ સુરક્ષા વ્યવસ્થા સહિત તમામ વ્યવસ્થાઓ વ્યાપક રીતે ગોઠવવામાં આવી છે. મેળા પ્રસંગે મંદિર રાત્રિના ૧.૩૦ વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. સિનિયર સિટીઝન, દિવ્યાંગો તેમજ સંઘમાં આવતા યાત્રિકો માટે અલાયદી રેલીંગ વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને પીવાનું પાણી, સુરક્ષા, આરોગ્ય, વીજ સુવિધા, પાર્કિગ વ્યવસ્થા તથા દૂધ અને જમવાની વ્યવસ્થા સરળતાથી મળે તે માટે સંગીન આયોજન કરવામાં આવ્યું છે. પોલીસ અને સુરક્ષા દળના જવાનો પરિસ્થિતિ પર ઝીણવટભરી નજર રાખી માઇભક્તોને મદદરૂપ બનશે. એસ.ટી. નિગમ દ્વારા મેળા માટે ૧,૧૦૦ જેટલી બસો મુકવામાં આવશે. જે યાત્રિકોને રાત દિવસ મુસાફરીની સુવિધા મળશે. તેમણે જણાવ્યું કે, પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ અને સ્વચ્છતા માટે વિશેષ કાળજી રાખવા અધિકારીઓને જણાવાયું છે. મેળા દરમ્યાન સફાઇ ટીમો સતત સફાઇ કામગીરી કરશે. સંખ્યાબંધ સ્થળોએ પુરતા શૌચાલયોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કલેકટરે જણાવ્યું કે, યાત્રિકો માટે ઠેર ઠેર વિસામા કેન્દ્રો, ટ્રાફિક નિયમન, રખડતા ઢોરોનું નિયંત્રણ, ફાયર ફાઇટર, ખાધ પદાર્થોની ચકાસણી, હોટલ અને ગેસ્ટહાઉસ ધર્મશાળા તપાસણી, અંબાજી મુકામે વિવિધ સ્થળોએ ૧૨૧ સીસીટીવી કેમેરા મુકવામાં આવ્યા છે. જેથી મેળાની તમામ પરિસ્થિતિનું નિરીક્ષણ કરી નિયંત્રણ રાખી શકાય. વીજપુરવઠો સતત જાળવવા તથા લાઇટ જવાના કિસ્સામાં ઇન્વર્ટર સીસ્ટમ, જનરેટર તથા સોલાર લાઇટની વ્યવસ્થા યુજીવીસીએલ દ્વારા ગોઠવવામાં આવી છે. અંબાજી ખાતે મહત્વના સ્થળોએ ૧૨ મોટા એલ.ઇ.ડી. ગોઠવીને મેળાની તમામ વ્યવસ્થા પર નજર રાખવામાં આવશે.
મંત્રીને માહિતી આપતાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા. સંજય શાહે જણાવ્યું કે, યાત્રિકોનું આરોગ્ય જળવાઇ રહે અને જરૂર પડે તરત જ મેડીકલ સુવિધા મળે તે માટે અંબાજી જતા રસ્તાઓ ઉપર અને અંબાજી ખાતે નિષ્ણાંરત ર્ડાકટરોની ટીમ દવાઓ, તબીબી સ્ટાફ અને મોબાઇલ વાન સાથે ઉપલબ્ધ રહેશે. મોબાઇલ ટીમ દ્વારા યાત્રિકોને સ્થળ પર તાત્કાલીક સારવાર મળે તેનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રિશુળીયા ઘાટ પાસે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન સુવિધા ઉપલબ્ધ રાખવામાં આવશે. અંબાજી જતા રસ્તાઓ ઉપરના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો તથા રેફરલ હોસ્પિટલ રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેશે. ડુંગરાળ વિસ્તારના વિવિધ સ્થળોએ મેડીકલ કેમ્પો આવતીકાલથી શરૂ કરાશે. અંબાજી, હડાદ અને દાંતાની હોસ્પિટલો ચોવીસ કલાક ચાલુ રહેશે. મેળા પ્રસંગે આરોગ્ય કચેરી દ્વારા રસ્તાઓ ઉપર ઠેરઠેર આરોગ્યડ કેમ્પો આવતીકાલથી કાર્યરત કરી દેવામાં આવશે.
બેઠકમાં કલેકટર કમ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અજય દહીયા, પોલીસ અધિક્ષક અજીત રાજ્યાન, નાયબ વન સંરક્ષક ર્ડા.અંશુમાન, મંત્રીના સચિવ આર.કે.પટેલ, નિવાસી અધિક કલેકટર એલ.બી.બાંભણીયા, વહીવટદાર એસ.જે.ચાવડા સહિત વિવિધ કચેરીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 21
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 44
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 103
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 175
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 159
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 100
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 104
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 77
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 85
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 84
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 74
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 68
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 66
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 141
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 76
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 64
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 84
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 90
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 116
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 75
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 74
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 81
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 66
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 76
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 74
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 75
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 80
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 68
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 64
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 72
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 76
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 70
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 68
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 68
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 62
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 76
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 113
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 60
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 70
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 75
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 59
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 122
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 60
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 53
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 57
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 57
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 61
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 114
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 54
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 76



