સમી પંથકમાં કમોસમી વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા, મશીનો મૂકી માઈનોર કેનાલમાં પાણીનો નિકાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 16:18:11
  • Views : 353
  • Modified Date : 2019-11-03 16:18:11

રવિ સીઝનમાં સામાન્ય રીતે કેનાલનું પાણી ખેડૂતોને મળતું હોય છે.પરંતુ વર્તમાન સીઝનમાં વિરોધાભાસી થયું છે.ચોમાસામાં અવિરત વરસેલા વરસાદથી સમગ્ર વઢિયાર પંથકની નીચાણ વિસ્તારની જમીનો પાણીના બેટમાં ફેરવાઇ ગઇ છે. ત્યારે સમી તાલુકાના રવદ પાલિપુર અને સમી વચ્ચે આવેલી હજારો વિઘા જમીનનું પાણી નિકાલ કરવા ખેડૂતોએ કમર કસી છે. આઠ દસ ફાઇટર મશીન ગોઠવી છેલ્લાં ત્રણ દિવસથી રાતદિવસ એક કરી ખેતરના પાણી લોટેશ્વર માઈનોઁર કેનાલમાં ઠાલવી રહ્યાં છે.હજુ ખેતરોમાં પાણી સમી તાલુકામાં 120 ટકા વરસાદ ચાલુ સાલે ખાબક્યો અને સતત દિવાળી સુધી છુટ્ટોછવાયો વરસતો રહ્યો છે. પાછોતરો વરસાદ વધુ ખાબકતાં ખેતરો હજુ બેટમાં ફેરવાયેલા છે. આ વિસ્તારની કાળેતર જમીન હોવાના કારણે ઝડપી પાણી સુકાતા નથી. જેના કારણે ખરીફ પાક બિલકુલ ખેડૂતો લઇ શક્યા નથી. રવિ સીઝન આવી ગઇ છે છતાં સમી તાલુકાના અનેક ખેડૂતો વાવેતર નથી કરી શક્યા.પાણી ન ઓસરતા મશીનોનો સહારો પાલિપુર કાઠી રવદ સહિતના ખેડૂતોની 1 હજાર વીઘા જેટલી જમીનમાં મહિનાથી વરસાદી પાણી ઓછર્યા નથી. આ પાણીનો નિકાલ કરવા અન્ય કોઈ વિકલ્પના હોઈ બાજુમાંથી પસાર થતી લોટેશ્વર ડિસ્ટ્રીની ખાલી પડેલી કેનાલમાં એક નહીં પણ નવ દસ ડીઝલ એન્જિન દ્વારા છેલ્લા પાંચ પાંચ દિવસથી રાતદિવસ એક કેરી 25 જેટલા ખેડૂતો પારા બાંધી ખેતરોનું પાણી કેનાલમાં વહેતુ કરવા મજબૂર બન્યા છે.હજુ દસેક દિવસ ડીઝલ એન્જિન રાખવા પડશે. અત્યાર સુધી છઠ્ઠા દિવસે 40 હજારનું ડીઝલ બાળી ચૂક્યા છે. હજુ પણ બેથી અઢી લાખથી વધુનું ડીઝલનો ખર્ચ કરીને વહેલી તકે ખેતરો ખાલી કરશે તો જ આગામી સીઝન લઈ શકશે. હજુ 10 થી 15 દિવસ ડીઝલ એન્જિન ચાલુ રાખશે અને ખેતરો ખાલી થશે તો પણ એકથી દોઢ મહિના સુધી ખેતરો ખેડવા લાયક બને તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. આ ખેતરોમાં ચણા, ઘઉં અને જીરાનુંવાવેતર થઈ શકે છે. બાકી આ સીઝન પણ ખેડૂતો માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહીં છે.રાતદિવસ મથતા ખેડૂતો રવદના ખેડૂત કનુભાઈ શીવાભાઈના જણાવ્યા મુજબ ચોમાસામાં સતત વરસેલા વરસાદથી ખરીફ પાક બિલકુલ નિષ્ફળ ગયો છે.નવરાત્રિ સુધી વરસતા વરસાદના કારણે હાલમાં પણ ખેતરમાં પાણી દરિયાની માફક હિલોળા લઇ રહ્યાં છે.રવિ પાકનામાં જીરું, ઘઉં,સુવા,મેથી જેવા પાકોના વાવેતર શરૂ થઈ ગયા છે..આ વિસ્તારની કાળેતર જમીન કડક હોઇ ઠંડીમાં બિલકુલ પાણી સુકાઈ શકે નહીં જો પાણી નિકાલ ના કરવામાં આવે તો રવિ સીઝન પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ હોઇ બધા જ આજુબાજુના ખેડૂતો પાણી નિકાલ કરવામાં રાતદિવસ કામે લાગ્યા છે. સીઝન લેટ થશે ખેડૂત રમેશભાઈ પટેલના જણાવ્યા મુજબ હાલમાં પાણી ખાલી કરશું તો પણ જમીનમાં વરાપ એટલે ખેડ કરે તેવી સ્થિતિ એક માસ પછી થઈ શકે છે. માટે રવિ સીઝનમાં પણ સીઝન લેટ થશે માટે ઉત્પાદન પણ ઓછું મળશે.

Download Our B K News Today App



Related News