બાલવાના અંબિકાધામ ખાતે વિરાટ ધર્મ સંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-03 11:24:27
  • Views : 676
  • Modified Date : 2019-12-03 11:24:27

પરમવિદુષી બાલયોગીની પ.પૂ. સાધ્વી ગીતાદીદી પ્રેરીત   વાત્સલ્ય વાટીકા અંબીકા ધામ મુકામે ૩૪ ફુટ ઉંચાઈ ધરાવતી બાલવા ટહુકો હોટલ પાસે  માં અંબાજીની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ  યોજાયો હતો. અને વિરાટ ધર્મ સંમેલન પણ યોજાયું હતું. પ.પૂ. ગીતાદીદીજીના ભગીરથ પરિશ્રમથી આ સંકુલ થયેલ છે. તેમને  બાલીકા પ્રત્યે અતૂટ ભાવ, પ્રેમ અને લાગણી મળી રહે છે.
ગાંધીનગર જિલ્લાના બાલવામાં આવેલ ત્રિલોકનાથ વાત્સલ્ય વાટીકા અંબિકા ધામ ખાતે જગતજનની મા અંબાજીની દિવ્ય વિરાટ મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. તેમજ માઈ ભક્તો માટે એક દર્શન તેમજ આસ્થાનું સ્થળ બની રહેશે. આ વિરાટ ધર્મ સંમેલનમાં પરમ પૂજ્ય આચાર્ય અવિચલદાસજી મહારાજ (અધ્યક્ષ અખિલ ભારતીય સંત સમિતિ, કેવલ જ્ઞાનપીઠ ગુરુગાદિ સારસાપુરી), નિર્મલ પીઠાધીશ્વર જ્ઞાનદેવ સિંહજી મહારાજ- હરિદ્વાર, ભાનુ
પીઠાધીશ્વર શંકરાચાર્ય જગતગુરુ જ્ઞાનાનંદજી તીર્થ જી મહારાજ, પદ્મનાભ પીઠાધીશ્વર બ્રહ્મેશાનંદજી મહારાજ- ગોવા, મહામંડલેશ્વર દિલીપદાસજી મહારાજ જગન્નાથ મંદિર- અમદાવાદ, અલખ ગીરીજી મહારાજ વિશ્વ ગાયત્રી ભરૂચ, મોહનદાસ જી મહારાજ સાઈ ધામ, વેદ વ્યાસ પુરીજી મહારાજ પાલનપુર, વલકુબાપુ ચલાલા, લવજીબાપુ ખોડલધામ નેસડી અમરેલી, રાકેશનાથજી મહારાજ હરિદ્વાર તેમજ અનેક સંતો પધાર્યા હતા. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું હતું કે ત્રિકોલનાથ વાત્સલ્ય વાટીકામાં માઈભક્તો સમાટે એક દર્શન તેમજ
આસ્થાનું સ્થાન બની રહેશે. વાટીકામાં અનાથ બાલિકાઓને રહેવા, ભણવા  પર સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવે છે. સાચા અર્થ માં બાલીકાઓનું પૂજન  થતું હોય તેવું લાગે છે.
આ મૂર્તિ પ્રતિષ્ઠામાં નીતીનભાઇ પટેલ (નાયબ મુખ્યમંત્રી), દિલીપભાઈ સંઘાણી (માજી કૃષિ, સહકાર, કાયદા મંત્રી), પ્રતાપભાઈ દુધાત (ધારાસભ્ય - સાવરકુંડલા),  રવજીભાઈ વસાણી (ચેરમેન અન્નપૂર્ણા ધામ- અમદાવાદ),  સી કે પટેલ (મુખ્ય સંયોજક વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ), રીટાબેન પટેલ (મેયર ગાંધીનગર), હંસાબેન હર્ષદકુમાર પટેલ (પ્રમુખ અમદાવાદ), પ્રતાપભાઈ બુલાખી દાસ પટેલ (લાડોલ મુંબઈ), પ્રવિણભાઈ રતિલાલ પટેલ (ઉદ્યોગપતિ લાડોલ અમદાવાદ), રમેશભાઈ મેશિયા બિલ્ડર્સ અમદાવાદ (સામાજીક આગેવાન) અને હર્ષવર્ધન રાવલ (હર્ષ અડર્વટાઝિંગ)  અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવનાર ટ્રસ્ટી મંડળ બાબુભાઈ કાશીરામ પટેલ-લાડોલ, સોમાભાઈ અંબાલાલ પ્રજાપતી-અમદાવાદ, ભગુભાઈ મોહનલાલ પટેલ-મુંબઈ, રવજીભાઈ પોપટભાઈ વસાણી-અમદાવાદ, મોહનભાઈ રામજી ચૌધરી-બાલવા અને પ્રવિણભાઈ કેશવલાલ પટેલ-અમદાવાદનો સહયોગ સાંપડયો હતો. 

Download Our B K News Today App



Related News