ડીસામાં કૃષિ બિલ મુદ્દે સંમેલન યોજાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 11:55:54
  • Views : 363
  • Modified Date : 2020-12-18 11:55:54

દેશમાં કૃષિ બીલનો વિરોધ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ખેડૂતો આંદોલનમાં ન જાેડાય અને બિલ શુ છે તે માહિતીગાર કરવા ગુરૂવારે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ભાજપના કાર્યકરોનું સંમેલન યોજવામાં આવેલ. જેમાં કાર્યકરોને કૃષિ બીલ વિશે માહિતીગાર કરવામાં આવ્યા હતા.
 સમગ્ર દેશમાં હાલ
ભાજપના સંગઠનના હોદેદારો સમગ્ર કૃષિ બિલ વિશે માહિતી મેળવી કાર્યકરોને સમજાવી રહ્યા છે અને જે કાર્યકરો ગામેગામ સુધી જઈ ખેડૂતોને સમજણ
આપશે જેથી કૃષિ બિલનો વિરોધ થતો અટકી શકે ત્યારે બનાસકાંઠા અને પાટણના ભાજપના કાર્યકરોનું સંમેલન ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં બનાસકાંઠાના સાંસદ પરબત
પટેલ, બનાસડેરીના ચેરમેન શંકર ચૌધરી, પૂર્વ ગૃહ મંત્રી અને ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ જડફિયા, પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને કૃષિ બિલ વિશે માહિતીગાર કર્યા હતા. ત્યારે ગોરધનભાઈ જડફિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દર વર્ષે સીધા ૯૦ હજાર કરોડ ખેડૂતોના ખાતામાં સીધા નાખે તે સરકાર ખેડૂતોની દુશ્મન હોઈ શકે ખરા. બનાસકાંઠાને રણમાંથી રોકવાનું કામ મોદીએ નર્મદાનું પાણી આપીને કર્યું છે. એએમપીસી સુધારાનું બિલ રજૂ કર્યું છે. બંધ કરવાની જાેઈ વાત જ નથી. ખેડૂતની જમીન વેચવાની, ગીરવે કે ભાડા પટ્ટાની કોઈ વાત નથી. ખેડૂત પોતાના માલની કિંમત જાતે કરી શકે તે  બિલમાં લાવવામાં આવ્યું છે. એમએસપીની વાત કરવાનો અધિકાર કોંગ્રેસને નથી જાેકે હાલ દેશમાં બદલાવ આવ્યો છે તો કાયદા પણ બદલવા જરૂરી છે અને બીલ આવ્યા બાદ તમારા ખેતરમાં વેપારીઓની લાઇન લાગશે એ કામ સરકાર કરી રહી છે બાદલ ફેમિલી કમિશનના એજન્ટ છે અને ખેડૂતોને ઉશ્કેરાયેલાનું કામ એજ કરે છે. મોટાભાગના પાકમાં ૨૦ થી ૬૦ ટકા નો વધારો પાંચ વર્ષમાં કર્યો છે. ખેડૂતોના ખભે બંદૂક મુકવાનું કામ વચેટિયાઓ કરે છે. હવે તમારે ક્યારેય બટાટા રોડ પર ફેંકવાનો વારો નહિ આવે તેમ જણાવ્યું હતું.
ડીસા ખાતે કૃષિ બિલ મુદ્દે યોજાયેલ સભામાં ઉપસ્થિત કેટલાક ખેડૂતોએ સભામાં સંબોધન સાંભળ્યા બાદ જણાવ્યું હતું કે સરકારના આ બિલથી ખેડૂતને કોઈજ નુકસાન નથી ઉલ્ટાનું ફાયદો થશે.ખેડૂતોને
પુરા ભાવ મળશે. સાથે પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ખેડૂત ગેનાજી પણ આ કૃષિ બિલની તરફેણ કરી સરકાર ખેડૂતના હિતમાં બિલ લાવ્યું હોવાનું જણાવ્યું હતું. આ બિલ થકી આવનારા સમયમાં ખેડૂતોને પોતાના
પાકમાં મોટો ફાયદો થશે તેવું જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News