વડગામ અનુસૂચિત જાતિના સંમેલનમાં મંડપ ઉડયો બે ને ઇજા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-21 05:27:36
  • Views : 468
  • Modified Date : 2019-04-21 05:27:36

વડગામ તાલુકાના લિંબોઇ ગામમાં વડગામ તાલુકા ભાજપ અનુસૂચિત જાતિનું સંમેલન યોજાયું હતું. જેમાં એક મોટી દુર્ઘટના બનતી અટકી હતી. અચાનક પવન આવતાં મંડપ ઉડ્‌યો હતો અને જોતજોતામાં મંડપ કડકભૂ થતાં મંડપ નીચે બેઠેલા લોકો દટાયા હતા પણ સ્ટેજ ઉપર બેઠેલા એક પણ આગેવાનોએ સ્ટેજ છોડયું ન હતું. થોડીવાર માટે લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  એક બાળાને ઇજા થતાં તેને જિલ્લા પંચાયતના સદસ્ય અશ્વિન સક્સેના દ્વારા તાત્કાલિક વડગામ સિવિલમાં સારવાર માટે લઈ જવાઈ હતી.
લોકસભાની ચૂંટણીના મતદાન માટે હવે બે જ દિવસ બાકી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા વડગામ તાલુકાનું અનુસૂચિત જાતિનું સંમેલન ભરતસિંહ ડાભીના સમર્થન માટે યોજાયું હતું. જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આત્મારામભાઇ પરમાર તેમજ ડા. આંબેડકર અંત્યોદય નિગમના ચેરમેન ગૌતમભાઇ ગેડીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ બંને આગેવાનો ભાજપના ઉમેદવારને મત
આપવાની વિનંતી કરે તે પહેલાં જ પવન આવતાં મંડપ તુટી
પડ્‌યો હતો. આગેવાનોએ સ્ટેજ છોડ્‌યું ન હતું. મંડપમાં બેઠેલા લોકો દટાયા હતા. જેમાં લિંબોઇ ગામમાં રહેતી મનિષાબેન જગાણીયાને માથાના ભાગે ઇજા થઇ હતી. જેને વડગામ સરકારી દવાખાનામાં સારવાર અપાવી હતી બાદમાં સીટી સ્કેન માટે પાલનપુર લઇ જવાઇ હતી.

Download Our B K News Today App



Related News