વડાપ્રધાનના ગુડગવર્નન્સના ૨૦ વર્ષ નિમિત્તે આયોજિત વેબિનારને સંબોધિત કરતા મુખ્યમંત્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-08 11:38:37
  • Views : 336
  • Modified Date : 2020-10-08 11:38:37

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ગુડગર્વનન્સના ૨૦મા વર્ષ નિમિત્તે આયોજિત વેબિનારને મુખ્યમંત્રી વિજયભાઈ
રૂપાણીએ સંબોધિત કર્યો હતો. મુખ્યમંત્રીએ રાજ્યભરના કાર્યકર્તાઓને વરર્ચ્યુઅલ માધ્યમથી સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. નરેન્દ્રભાઈ મોદીએ દેશની રાજનીતિમાં વિકાસને
પ્રસ્થાપિત કર્યો છે. નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા જનભાગીદારીને કેન્દ્રમાં રાખી ગુજરાત અને હવે દેશની સેવા કરી રહ્યા છે.
    મુખ્યમંત્રીએ નરેન્દ્ર મોદી સરકારે જાહેર કરેલી યોજનાઓને વર્ણવતા કહ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનથી લોકોમાં જાગૃતિ આવી છે. નરેન્દ્રભાઈ ઉપર લોકોના ભરોસાના કારણે શ્રીમંત લોકોએ સબસીડી છોડી છે. દેશ જ્યારે નિરાશ હતો ત્યારે લોકોમાં વિશ્વાસ અને ભરોસો ઊભો કર્યો છે અને તેના કારણે ‘મોદી હૈ તો મુમકિન હૈ’ સૂત્ર સાર્થક બન્યું છે.  મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણીમાં આપેલા વાયદા નરેન્દ્રભાઈએ
પૂરા કર્યા છે. ૩૭૦ ની કલમ હટાવવી, રામ મંદિર બનાવવાનો માર્ગ મોકળો કરવો વગેરે દ્વારા ‘જે કહ્યું તે કર્યું’નો મંત્ર સાકાર થયો છે.
નરેન્દ્રભાઈના શાસનમાં આજે દેશ સુરક્ષિત છે તે વાતનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ઉરી અને
પુલવામામાં નરેન્દ્રભાઈની ઇચ્છાશક્તિએ સર્જીકલ સ્ટાઈક કરી આતંકવાદીઓને મુહતોડ જવાબ આપ્યો છે. યુ.પી.એ સરકારમાં વારંવાર થતા
આતંકવાદી હુમલાઓથી હવે દેશ મુક્ત થયો છે. ગુજરાતમાં નરેન્દ્રભાઈના સુશાસનના ૧૩ વર્ષને યાદ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ માટે “ગુજરાત આત્મા છે જ્યારે દેશ પરમાત્મા છે”. ગુજરાતનું બજેટ નરેન્દ્રભાઈ આવ્યા તે પહેલા ૮ હજાર કરોડ હતું. જ્યારે નરેન્દ્રભાઈના મુખ્યમંત્રી બન્યા બાદ ૨ લાખ ૧૦ હજાર કરોડ સુધી બજેટ પહોંચ્યું છે. જ્યોતિગ્રામ યોજના દ્વારા ૨૪ કલાક વીજળી પહોંચાડવાની વાત હોય, કચ્છના સફેદ રણને વૈશ્વિક ફલક પર મૂકવાની વાત હોય, સાબરમતી રિવરફ્રન્ટ બનાવવું, સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવી વગેરે ગુજરાત પ્રત્યેની નરેન્દ્રભાઈની પ્રતિબદ્ધતા જોવા મળે છે. બુલેટ ટ્રેન, રો રો ફેરી સર્વિસ, ગુજરાત ફોરેન્સિક સાયંસ યુનિવર્સિટીને રાષ્ટ્રીય દરજ્જો આપવાનો હોય આ તમામ ક્ષેત્રોમાં નરેન્દ્રભાઈ દિલ્હીમાં બેઠા બેઠા ગુજરાતની ચિંતા કરે છે. વિરોધીઓએ તેમની ઉપર ઘણા હુમલા કર્યા પરંતુ જરા પણ વિચલિત થયા વગર પ્રજાની સેવામાં અવિરત કાર્ય કરતા રહ્યા જેના કારણે જ રાજકારણીઓ પ્રત્યે લોકોની શ્રદ્ધા વધી છે. મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈના
સમર્પણના ૨૦મા વર્ષે સંબોધનના અંતમાં કાર્યકર્તાઓને નરેન્દ્રભાઈ મોદીના જીવનમાં પ્રેરણા લઈ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને આગળ ધપાવવા અનુરોધ કર્યો હતો. આ વેબિનારમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટિલ, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણિયા, પ્રદેશ મહામંત્રી કે. સી. પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News