મત માટે આવતા નેતાઓ ખેડૂતોની વેદનાને ક્યારે સાંભળશે ખરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 11:54:27
  • Views : 494
  • Modified Date : 2019-12-13 11:54:27

સરહદી વાવ તાલુકામાં રવિ સિઝનને એક માસ જેટલો સમય વિતવા છતાં પણ વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી મળતું જ નથી. તો વળી વાવ તાલુકાના ચંદનગઢ, રાછેણા, ચોથાનેસડા, રાધાનેસડા, જેવા અનેક ગામડાઓના ખેડૂતોએ
પાંચ દિવસ અગાઉ થરાદ ખાતે આવેલી નર્મદા નિગમની કચેરીમાં ઉપવાસ આંદોલન પર ઉતર્યા હતા. તો વળી નર્મદા નિગમના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સિંચાઈ માટેનું પાણી આપવાની બાંહેધરી આપતા આખરે ઉપવાસ આંદોલન સમેટાયું હતું. ત્યારે થરાદ નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહિ આપી હેરાન પરેશાન કરી રહ્યા છે. ત્યારે સ્થાનિક નેતાઓ ખેડૂતોની વેદનાને સાંભળી સરકાર સુધી છેવાડાના ભરશિયાળે સિંચાઈ માટે પાણી મળતું નથી ત્યારે ખેડૂતોનો અવાજ સ્થાનિક ધારાસભ્ય બને તે જરૂરી છે.
રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વાવ, થરાદ, સુઈગામ અને ઢીમા પંથકમાં કેનાલોનું નેટવર્ક ઉભું કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે નર્મદા નિગમના અધિકારીઓનું અણઘડ આયોજન અને કોન્ટ્રાકટરની મિલીભગતથી કેનાલોમાં ગાબડાઓ પડે છે. વાવ તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈ માટે ભરશિયાળે પાણી મળતું નથી. ત્યારે રાછેણા ડિસ્ટ્રીબ્યુટરીમાંથી નીકળતી સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં ગાબડું પડતાં લાખ્ખો લીટર પાણી વેડફાઈ રહ્યુ છે. ત્યારે વાવ તાલુકાના ચોથાનેસડા, રાધાનેસડા, ચંદનગઢ,  રાછેણા જેવા અનેક ગામડાઓ સુધી સિંચાઈ માટેનું પાણી નહિ મળે તો ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.


Download Our B K News Today App



Related News