અંબાજી મંદિરે ત્રીજી આરતી શરુ, બે મહિના સુધી સમય બદલાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-27 11:38:48
  • Views : 435
  • Modified Date : 2020-04-27 11:38:48

અંબાજી મંદિર લોક ડાઉન ને પગલે આગામી તારીખ ૩ મે સુધી ભક્તો માટે સંપૂર્ણ બંદ રહેશે ત્યારે બીજી તરફ આ  મંદિર એક મહિના કરતા વધુ સમયથી ભક્તો માટે બંદ હોવા છતા અહી રોજ સવારે અને સાંજે મહારાજ તરફથી આરતી અને પૂજા અર્ચના કરવામા આવે છે. આખા ત્રીજથી અષાઢી  એકમ સુધી સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી  આ સમય ગાળામાં
બપોરની આરતી શરૂ કરવામાં આવી છે  પણ અંબાજી મંદિર ખાતે આરતી શરૂ કરવામાં આવી હતી.
આજથી ત્રણ વખત શણગાર કરવામાં આવે છે અને પૂજા અર્ચના પણ કરવામાં આવે છે સૂર્ય નારાયણ પણ માતાજી ના દર્શન કરવા આવે છે ત્યારબાદ આરતી શરુ થાય છે આજે આખા ત્રીજ હોઈ આજથી દર્શન સમય પણ બદલાયો છે મંદિર સવારે વહેલુ બંદ થાય છે. રાજભોગમાં સોનાની થાળીમા માતાજીને ભોજન ધરાયા બાદ આ આરતી શરૂ કરાય છે. આ વિધિ પ્રાચીન કાળથી ચાલી આવે છે. રાત્રે માતાજીનું મંદિર ૯ અને ૧૫ કલાકે બંદ થાય છે. ૨૬ એપ્રિલથી ૨૨ જુન સુધી આ સમય રહેશે. આ બાબતે અંબાજી મંદિરના ભટ્ટજી ભરતભાઈ પાધ્યાએ  જણાવ્યું હતું કે આજથી મંદિર ખાતે દિવસ મા ત્રણ આરતી કરવામાં આવશ, ગ્રીષ્મ ઋતુમાં માતાજીને દિવસમાં ત્રણ વખત સ્નાન અને પૂજા અર્ચના કરવામાં આવે છે અને સુર્ય દેવતાને કાચના પ્રતિબિંબ દ્વારા મંદિર પર પ્રકાશ પાડવામાં આવે છે.

Download Our B K News Today App



Related News