ભૂમાફિયાઓએ ભૂતેશ્વરી ગામના સ્મશાનને પણ ના છોડ્યંુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 11:00:09
  • Views : 289
  • Modified Date : 2021-03-09 11:00:09

દહેગામ તાલુકાના ભૂતેશ્વરી ગામમાં આવેલા સ્મશાન ઉપર ભૂમાફિયાઓએ નજર બગાડી છે. અમદાવાદની પાર્ટીએ સ્મશાનની બાજુમાં જગ્યા વેચાતી રાખતા બાજુમાં આવેલા સ્મશાનને દબાવી દઇ પંચાયતની જમીનમાં હડપ કરવાનો કારસો રચવામાં આવ્યો છે. સમગ્ર ગામમાં એક જ સ્મશાન હોવાના કારણે હાલમાં અનેક સમસ્યાઓ થઇ રહી છે. ત્યારે ભૂમાફિયાઓ સામે કાયદો બનાવનાર સરકાર સામે ગામલોકો આશ લઇને બેઠા છે.
દહેગામ તાલુકામા આવેલા અમરાભાઇના મુવાડાના પેટાપરું કહેવાતા ભૂતેશ્વરી ગામના લોકો એક નવી સમસ્યાથી પીડીત બન્યા છે. સામાન્ય રીતે એક ગામમાં બે જેટલા તો સ્મશાન હોય છે. પરંતુ ભૂતેશ્વરી ગામમાં એક જ સ્મશાન આવ્યુ છે અને તેના ઉપર પણ ભૂમાફિયાઓનો ડોળો ડળક્યો છે. પંચાયતની જમીનને ગામના હરિજન સમાજના કેટલાક લોકોને જીવનનિર્વાહ કરવા માટે
આપવામાં આવી હતી. ત્યારબાદ આ જગ્યા અમદાવાદની વ્યક્તિને વેચાણ આપવામાં આવતા તેણે બાજુમાં આવેલુ સ્મશાન દબાવી નાખ્યું છે.
ગામના આગેવાન મનુસિંહ ચૌહાણે આ બાબતે કહ્યુ હતુ કે, અમારા ગામમાં તમામ સમાજ વચ્ચે એક જ સ્મશાન આવેલું છે. ગ્રામ
પંચાયતની જગ્યામાં બનાવેલા સ્મશાનની બાજુની જગ્યાનું વેચાણ થતા માલિક દ્વારા સ્મશાન સહિત ગામની જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યુ છે. જેના કારણે હાલમાં ગામમાં કોઇનુ મરણ થાય તો અંતિમ સંસ્કાર કરવા મુશ્કેલ બની ગયા છે. આ સ્મશાન વર્ષોથી આજ જગ્યાએ આવેલુ છે અને ત્યાંજ ગામના લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. બીજી તરફ ગામનુ
પૌરાણિક મંદિર આવેલુ છે ત્યાં અવરજવર કરવાનો રસ્તો છે. પરંતુ અમવાદાવાદના ભૂમાફિયાઓનો ડોળો ફરક્યો હોવાના કારણે અનેક મુસીબતો સામે આવી રહી છે. આ બાબતે આજે મંગળવારે ગામલોકો દ્વારા દહેગામ ટીડીઓ અને મામલતદારને આવેદન આપવામાં આવશે. તે ઉપરાંત પણ જાે સમસ્યાનુ સમાધાન નહિ થાય તો હિંસક આંદોલન કરવાની જરૂરિયાત ઉભી થશે તો તે પણ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News