ચામુંડાનગરમાં કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં મીટીંગ રાખવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-18 11:36:50
  • Views : 409
  • Modified Date : 2019-10-18 11:36:50

વિધાનસભાના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતની વિજય બનાવવા માટે તેમના સમર્થનમાં ચામુંડાનગર સોસાયટીમાં એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચામુંડા નગર સોસાયટીએ ભાજપના ગઢ ગણાય છે પરંતુ આ વખતે ગુલાબસિંહ રાજપૂત જેવા યુવાન નેતા માટે સોસાયટીના  લોકો દ્વારા મીટિંગનું આયોજન રાખવામાં આવ્યું છે જેમાં બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા તેમજ સોસાયટીના આગેવાનો દ્વારા ગુલાબસિંહ
 રાજપૂતનું સન્માન કરવામાં આવ્યું. ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે મારા દાદા ધારાસભ્ય હતા ત્યારે સોસાયટીમાં પ્લોટો, કમીટીહોલ જેવી સહાયો આપેલ છે. આથી મને મતો આપી વિજય
બનાવજા.જેમાં ભુવાજી માદેવભાઈ, કરશનભાઈ રબારી, હરજીભાઈ ઠાકોર, કિશોરભાઈ ત્રિવેદી, દિપકભાઈ ઓઝા, જયંતિલાલ ડી.નાઈ, વસંતભાઈ દવે, બચુશા બાનવા, રમેશભાઈ રાજપુત સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News