બાલારામ મહાદેવના મંદિર નજીક રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 11:59:45
  • Views : 401
  • Modified Date : 2020-12-24 11:59:45

પાલનપુર તાલુકાના બાલારામ મહાદેવ  મંદિર બનાસકાંઠા જિલ્લામાં નામાંકિત છે જ્યાં સાક્ષાત ભગવાન ભોળાનાથ બિરાજમાન છે જ્યારે બાલારામ મહાદેવ મંદિરની થોડેક દૂર વર્ષો જૂનું રાજપૂતોની કુળદેવી માં ચામુંડાનું ભવ્ય મંદિર આવેલું છે. આ મંદિરે લોકો હજારોની સંખ્યામાં દૂરથી દર્શન કરવા આવે છે અને
પોતાની માનતા કરી ભવ્યતા અનુભવે છે. જ્યારે આ મંદિરે દર્શન કરવા જતા રસ્તાની વચ્ચે બાલારામ  નદી બંને કાંઠે વહે છે જેના કારણે લોકો નદીના સામેના કાંઠે જઇ શકતા નથી. જેથી લોકોની અવર જવર કરવામાં વિકટ પરિસ્થિતિ પડી રહી છે.
બાલારામ મહાદેવ મંદિરના સાનિધ્યમાં બાલારામ નદી બંને કાંઠે વહી રહી છે જ્યારે આ નદીના સામેના કાંઠે વર્ષો જૂનું માં ચામુંડાનું ભવ્ય મંદિર આવેલું છે.  આ મંદિર રાજપૂતોની કુળદેવી માં ચામુંડા બિરાજમાન છે જ્યાં માતાજીના દર્શને લોકો દૂર દૂરથી આવી પોતાની માનતા પુરી કરી ધન્યતા અનુભવે છે. આ મંદિરના વચ્ચે બાલારામ મહાદેવ મંદિરના થોડે દૂર બનાસ નદી વહે છે. આ બાલારામ નદીના પૂરના કારણે લોકો સામેના કાંઠે જઇ શકતા નથી અને પોતાની માનતા પુરી કરી શકતા નથી. જેથી અવારનવાર મંદિરના ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા
પણ અનેક રજૂઆતો સરકાર સમક્ષ કરવામાં આવી છે છતાં
પણ સરકાર  આંખ આડા કાન કરી રહી છે. આ નદીમાં પુલ અથવા નાળા નાંખી તેનું સમારકામ કરવામાં આવે તો અવર-જવર માટેનો કાયમનો પ્રશ્ન ઉકેલી શકાય છે  જે લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે. તેમને ધક્કા ખાવા ન પડે અને અનેક લોકો અવરજવર કરી શકે તેવી માંગ સાથે લોકો ઉગ્ર રજૂઆતો કરી રહ્યા છે જેથી સરકારને નમ્ર અપીલ છે કે આવનારા સમયમાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News