ધાનેરાની ઉપવેદ સ્કૂલમાં બાળકો માટે સમર કેમ્પનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:28:02
  • Views : 421
  • Modified Date : 2019-04-27 11:28:02

ધાનેરાની ઉપવેદ સ્કૂલમાં બાળકો માટે ખાસ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો. આવા બાળકોને શાળા પરિવાર દ્વારા વિવિધ એકિટવિટી કરાવવામાં આવી રહી છે. આજુબાજુના મંદિરોના દર્શન, મુવી જોવા માટે, સ્વીમિંગ કરવા માટે તેમજ ડાન્સીંગ અને ડ્રોઇંગની પ્રવૃતિઓ કરાવવામાં આવી રહી છે અને આવો કેમ્પ ધાનેરામાં પ્રથમ વખત યોજાતા બાળકો અને વાલીઓમાં પણ ભારે આનંદ જોવા મળી રહ્યો છે. આ અંગે શાળાના એમ.ડી. મયુર ઠાકરે જણાવેલ કે ધાનેરાના લોકોના બાળકો પણ મોટા શહેરના બાળકો સાથે હરીફાઇ કરતા થાય અને તેમને પણ મોટા શહેરોમાં બાળકો માટે યોજાતા કાર્યક્રમોની મજા મળે તે માટે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. 


Download Our B K News Today App



Related News