ડીસા ગાયત્રી શક્તિપીઠ સમર કેમ્પનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:48:13
  • Views : 444
  • Modified Date : 2019-04-27 11:48:13

ડીસા ગાયત્રી શક્તિપીઠ દ્વારા તારીખ ૨૫ એપ્રિલ થીપાંચ દિવસ સુધી રોજ સાંજે ૫ કલાક થી ૭ કલાક દરમિયાન ૬ થી ૧૩ વર્ષ સુધીના બાળકોનો શારીરિક બૌધિક અને સાંસ્કૃતિક વિકાસ માટે સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.૨૫ એપ્રિલ થી શરૂ થયેલા સમર કેમ્પમાં ડીસા નગર અને આજુબાજુના ગામમાંથી કુલ ૨૭૯ જેટલા બાળકોએ ભાગ લઈ રહ્યા છે. ગાયત્રી પરિવાર ડીસા દ્વારા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય અને સારા વ્યક્તિ તો નિર્માણ થાય તે હેતુથી પાંચ દિવસ સુધી એક સમર કેમ્પનું આયોજન ગાયત્રી શક્તિપીઠ  પર કરવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે બાળપણ એ શીખવા માટે સૌથી શ્રેષ્ઠ સમય છે. આ સમયમાં અચેતન મન એટલું બધું સચેત હોય છે કે તે કાંઈ ગ્રહણ કરે છે તેને આજીવન સંઘરી રાખે છે બાળકોની પ્રત્યેક સમજ ઓછી હોય છે પરંતુ તેની સૂક્ષ્મ ગ્રહણ શક્તિ એટલી બધી હોય છે કે તેને જે  શીખવાડવામાં આવે તેનું ગ્રહણ કરતું હોય છે જેને લઇ ગાયત્રી શક્તિપીઠ પર પાંચ દિવસીય સમર કેમ્પમાં નાના બાળકોને પ્રાર્થના દ્વારા આધ્યાત્મિક વાતાવરણ નિર્માણ થાય ઉપરાંત સંસ્કારો સારી આદતોનું સિંચન થાય આ ઉપરાંત  પ્રજ્ઞા ગીત દ્વારા સાંસ્કૃતિક વારસાની જાણકારી મળે તથા વિવિધ પ્રેરણાસ્પદ વાર્તાઓ પ્રસંગો સહિતયોગ અને પ્રાણાયમ સાથે ધ્યાન સાધના દ્વારા મનની એકાગ્રતા જળવાય. મનોરંજન રમતગમત અને જ્ઞાન સાથે ગમ્મત વગેરે બાળકોને શિખવાડવામાં આવી રહ્યું છે. આ સમર કેમ્પમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ગાયત્રી શક્તિ પીઠ દ્વારા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવનાર છે ત્યારે સમરકેમ્પને લઈ બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


Download Our B K News Today App



Related News