વડગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-22 11:51:14
  • Views : 426
  • Modified Date : 2019-10-22 11:51:14

વડગામ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. જે સભામાં તા.પ. ની શિક્ષણ શાખાનું રીનોવેશન કરવું અને વિવિધ ગ્રાંટાની ચર્ચા કરાઇ કરવામાં આવી હતી.
વડગામ તાલુકા પંચાયતની સોમવારે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં તાલુકા પંચાયતની શિક્ષણ શાખાનું રિનોવેશન કરવું, પિરોજપુરા સરપંચનું રાજીનામું મંજૂર કરાયું. તા. પ.ના ભાજપ નાસદસ્ય રાજેન્દ્રસિંહ રાજપૂત દ્વારા તાલુકાના ગામોમાં અને મેમદપુરમાં આવેલી જર્જરિત આંગણવાડી અંગેની માહિતી મંગાવી નવી બનાવવા માટે તજવીજ હાથ ધરવી, મેતા તાલુકા પંચાયત સદસ્ય યુનુસભાઈ મન્સૂરી દ્વારા ગામમાં રસ્તો બનાવવાની રજૂઆત કરાઈ, વડગામ તાલુકાના કેટલાક ગામોમાં પ્રધામંત્રી આવાસ યોજના ઘર મંજૂર થયા પણ પ્લોટો હજુ નથી મળ્યા તે અંગે સદસ્યોએ રજૂઆત કરી ચર્ચા કરવામાં આવી હતી. આ સામન્ય સભામાં તા.પ.ના પ્રમુખ રાબિયાબેન, ઉપપ્રમુખ બધાજી ઠાકોર, ટીડીઓ એ.એચ.પરમાર, તા.પ.અધ્યક્ષ શાંતાબેન એન.રાજપૂત અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News