મહામારી કોરોનાના કારણે વિલંબમાં પડેલી મનપાની સામાન્ય સભા ૬ મહિના બાદ આજે મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-13 11:30:09
  • Views : 317
  • Modified Date : 2020-10-13 11:30:09

ગાંધીનગર મહાનગર
પાલિકામાં છ મહિના બાદ સામાન્ય સભા મળવાની છે. કોરોનાના કારણે છેલ્લા ઘણા સમયથી સભા મળી ન હતી. વિવિધ મુદ્દાઓને લઇ આ સામાન્ય સભા ઉગ્ર બનશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. તેમજ સામાન્ય સભા પહેલા દરખાસ્ત પણ આવી હતી. સફાઈ કર્મચારીઓના મુદ્દાથી લઈ ટેન્ડરોનો મુદ્દો સામાન્ય સભામાં ગાજે તેવી પૂરેપૂરી સંભાવના છે.
આ વખતે કોરોનાના કારણે મીડિયાને સામાન્ય સભાના ખંડમાં સ્થાન આપવામાં નહીં આવે પરંતુ બીજા એક અન્ય હોલમાં સામાન્ય સભાનું લાઈવ પ્રસારણ મીડિયા માટે આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ફેસબુકમાં પણ સામાન્ય સભા લાઇવ કરવામાં આવશે. કોરોના મહામારીના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે એક ટેબલ ઉપર ૩ સભ્યોની જગ્યાએ બે સભ્યો બેસાડવામાં આવશે જેના કારણે મીડિયા ગેલેરી અને પ્રેક્ષક ગેલેરીમાં પણ સભ્યો બેસશે.
આ સામાન્ય સભામાં મહાનગરપાલિકાના ભરતીના નિયમો સુધારા કરવા તેમજ નવી જગ્યાઓ મંજૂર થશે. આ ઉપરાંત અશક્ત સફાઈ કામદારોને અનફિટ ગણી તેમના જ વારસદારોને નોકરી આપવા અંગે પણ ચર્ચા થશે. ગાંધીનગર મહાનગરપાલિકા કચેરીના આરોગ્ય શાખાની લેબોરેટરી ટેકનીશીયન ભરતી નિયમમાં શૈક્ષણિક લાયકાત ઉમેરવા અંગે ર્નિણય થશે. તેમજ એક્સ સર્વિસ મેન તથા ડિફેન્સ ખાતાની કર્મચારીઓની પત્નીઓની મિલકતના મિલકતવેરામાં મુક્તિ મેળવવા અંગે પણ ર્નિણય લેવાશે.
૧. સ્માર્ટસિટીની કામગીરી કરવા માટેના કાર્યક્ષેત્રના નિયમો બનાવવામાં આવેલ છે કે કેમ ?
૨. કેન્દ્ર સરકાર અને રાજય સરકારમાંથી જે રકમ સંર્ટ સિટીમાં ફાળવવામાં આવે છે ? તે કયા કયા ક્ષેત્રેમાં વાપરી શકાય છે?
૩. સ્માર્ટસિટીની અંદર જે એજન્સી કામગીરી માટે નિયુક્ત કરવામાં આવે છે સદર ઈજદારોની સમયમર્યાદામાં કામગીરી કરવામાં ના આવે તો પેનલ્ટી તેમજ દંડ વિશેની જોગવાઈની માહિતી
૪. સ્માર્ટસિટી અસ્તિત્વમાં આવી ત્યારથી એના હાલતા ચાલતા કામો શરૂ થવાની તારીખ અને પૂર્ણ થવાની તારીખ તથા બાકી કામની વિગતની માહિતી ૫. સ્માર્ટ સિટીની અંદર ઈજદારઓને ચૂકવણુ કરવામાં આવે છે તે માટે કોઈ અધિકારીની નિમણૂક થાય છે ? અને જો તે ચૂકવણું ઓડિટ વિના ચૂકવતું હોય તો ક્યાં નિયમ મુજબ તેને ચૂકવવામાં આવે છે ? તેની માહિતી
૬. સ્માર્ટ સિટી અંદરના ઈજદારઓને સીધા જ પ્રમાણપત્ર દ્વારા ચૂકવાણા થાય છે ? તો તેની ઉપર કોના ધ્વારા સહી-સિક્કાથી પ્રમાણિત કરી ચૂકવણુ કરવામાં આવે છે ?
૭. સ્માર્ટ સિટીની અંદર જે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવેલ છે ? તેની જાહેરાત કે એમ્પ્લોયમેન્ટ અથવા સરકારી માધ્યમો દ્વારા કરવામાં આવેલ છે ? તેની વિગત આપવી અને જે નિમણૂક થયેલ છે તેનું મહેકમ મંજૂર થયેલ છે  અને મંજૂર થયેલ મહેકમની મંજૂરીની વિગત આપવી જેવા મુદાની દરખાસ્ત કાઉન્સિલર નીતિનભાઈ પટેલ દ્વારા કરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News