બનાસકાંઠાની પ્રતિષ્ઠિત માર્કેટયાર્ડ દિયોદરની સામાન્ય ચૂંટણી જાહેર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-04 11:27:44
  • Views : 457
  • Modified Date : 2020-03-04 11:27:44

બનાસકાંઠાના દિયોદરની માર્કેટયાર્ડમાં છેલ્લી ટર્મથી નાના મોટા વિવાદો થતા કોર્ટમાં હમેશા છેલ્લા દિવસ સુધી વિવાદિત રહેલ તેમ છતાં ચેરમેન તરીકે શિવાભાઈ ભુરિયા મક્કમતાથી સ્થાયી રહ્યા હતા. ત્યારે વર્તમાન સંચાલક મંડળની મુદત પૂરી થતી હોઈ રાજ્ય સરકાર દ્વારા સામન્ય ચૂંટણી જહેર કરાઈ છે. આમ અત્યારે એપીએમસીના ચેરમેન પદે શિવાભાઈ ભુરિયા છે. વર્તમાન ધારાસભ્ય દિયોદર વિધાનસભા ક્ષેત્રમાં છે. ત્યારે જોવા જઈએ તો આવનારી ચૂંટણીમાં પુનરાવર્તનની હેટ્રીક મારશે. તેવું સહકારી માળખાના જાણકારો જણાવી રહ્યા છે. ત્યારે આ સામાન્ય ચૂંટણીમાં ૧૪ ડિરેકટર  સંચાલક મંડળની ચૂંટણી યોજાશે. જેમાં ૮ ખેડૂત વિભાગ, ૪ વેપારી વિભાગ,
૨ તેલંબિયા વિભાગની યોજાશે.
ચૂંટણીની  આચારસંહિતા લાગુ થઈ છે અને ચૂંટણી કાર્યક્રમ જોઈએ તો ૭ /૫/૨૦૨૦ ગુરૂવારના રોજે ઉમેદવારી કરવાની થશે જ્યારે પાછુ ફોર્મ ચકાસણી ૮/૫/૨૦૨૦ શુક્રવાર જ્યારે ખેંચવાની તા.૧૧/૫/૨૦૨૦ ના રોજ જ્યારે મતદાન ૧૮/૫/૨૦૨૦ ના રોજ યોજાશે. મતગણતરી ૧૯ /૫/૨૦૨૦ ના રોજ માર્કેડયાર્ડ માં યોજાશે. વર્તમાન ચેરમેન શિવાભાઈ ભુરિયા ૧૯૯૨ થી માર્કેટ યાર્ડમાં સતત ડિરેકટર પદે ચૂંટાઈ અને આવી રહ્યા છે અને છેલ્લી બે ટર્મથી ચેરમેન પદે છે ત્યારે વર્તમાન ચેરમેન હેટ્રીક ફટકારશે તેવું વર્તમાન સહકારી માળખું અનુમાન લગાવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News