ગાંધીનગર તા.પં. માં સત્તા પરિવર્તન પછી પ્રથમ સામાન્ય સભા મળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-10 11:26:48
  • Views : 369
  • Modified Date : 2020-10-10 11:26:48

ગાંધીનગર તાલુકા પંચાયતની શુક્રવારે સામાન્ય સભા મળી હતી. ચૂંટણી થયાના એક મહિનાની અંદર જ સામાન્ય સભા બોલાવવામાં આવી હતી. ભાજપના શાસન બાદ ભાજપની ૬ અને કોંગ્રેસની ૩ આમ કુલ ૯ સીટ રદ થતાં કોંગ્રેસના હાથમાં સત્તા આવી હતી. ત્યારે અઢી વર્ષના શાસન બાદ તાલુકા પંચાયતના કોંગ્રેસના કારોબારી ચેરમેનને સત્તા સોંપવામાં આવી છે.
ગત બોડી ભાજપની હતી
પરંતુ નવું સીમાંકન આવતા ભાજપ શાસિત બેઠક ઓછી થયી હતી. ભાજપે સત્તાના જોરે જે કામો પસાર કર્યા હતા. તેને રદ કરવા માટે કોંગ્રેસના સભ્ય મહોતજી ઠાકોરે અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ સામાન્ય સભાના સચિવ તાલુકા વિકાસ અધિકારી જી. એ. ધાંધલીયાએ તે નિયમ વિરુદ્ધ હોવાનું જણાવ્યું હતું. સામાન્ય સભાની શરૂઆતમાં ભાજપના નવનિર્વાચિત વિપક્ષ નેતા નિયલ પટેલે આમંત્રિત સભ્યોને હોલમાં પ્રવેશ આપવા માટે અવાજ ઉઠાવ્યો હતો. ત્યારબાદ પ્રવેશ આપવામાં આવ્યો હતો. તેની સાથે જ કોંગ્રેસના આમંત્રિત સભ્યને
પણ પ્રવેશ મળ્યો હતો. સામાન્ય સભામાં સત્તા બાદ વિપક્ષમાં બેઠેલાં ભાજપના સભ્યોએ પણ વિપક્ષના નેતાના અવાજને ટેકો આપ્યો હતો. ગત સામાન્ય સભામાં ૭ કરોડ ૨૦ લાખના કામને મંજૂર કરવામાં આવ્યા હતા. કુલ ૩૧૨ વિકાસના કામ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં ૫ કરોડ ૬૫ લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. જ્યારે દોઢ કરોડ રૂપિયાની ગ્રાન્ટ બચત થવા પામી છે.
જ્યારે ભાજપમાં વિપક્ષના નેતાની વરણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૦-૨૧ ની સ્વભંડોળની ગ્રાન્ટ કારોબારી ચેરમેને સોંપવામાં આવે છે ત્યારે અન્ય કામગીરી પ્રમુખ સ્થાને રાખવામાં આવી છે. ગાંધીનગર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ ઉપપ્રમુખની વરણી થયા બાદ પહેલી વખત સામાન્ય સભા મળી હતી. કોંગ્રેસના કારોબારી ચેરમેન રસિકજી
ઠાકોરને તમામ સત્તાઓ અપાઇ હતી. સામાન્ય સભામાં કોંગ્રેસની બહુમતી સ્પષ્ટ થતાં ભાજપ પાસેથી તમામ સત્તાઓ આંચકી લેવામાં આવી હતી. ત્યારે અઢી વર્ષથી સત્તાની રાહ જોઈ રહેલાં કારોબારી ચેરમેન રસિકજી ઠાકોરને તમામ સત્તા સોપવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News