છાપી પુલની સાઈડો સામાન્ય વરસાદમાં ધોવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 11:42:24
  • Views : 410
  • Modified Date : 2019-09-27 11:42:24

વડગામ તાલુકાના છાપી પાસે બની રહેલ પુલની સાઈડો સામાન્ય વરસાદમાં જ ધોવાઈ ગઈ છે. સર્વિસ રોડની હાલત બિસ્માર હોવાથી વાહનચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે.
છાપીમાં બની રહેલ  પુલની  સાઇડોમાં સામાન્ય વરસાદમાં સર્વિસ રોડની હાલત બિસ્માર હોવાથી રોજના હજારો વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે.  કેટલાંય બાઈક સ્લીપ થયા તો કેટલાંય અકસ્માત સર્જાયા છે. છતાં  પુલના કોન્ટ્રાકટર દ્વારા આ સર્વિસ રોડ રીપેર કરવામાં નથી આવી રહ્યો અને જેનો ભોગ વાહનચાલકો બની રહ્યા છે. ત્યારે આં અંગે રતુભાઈ પરમાર વાહનચાલકે જણાવ્યું હતું કે છેલ્લાં બે મહિના આ સર્વિસ રોડની હાલત ખરાબ છે. અને કોન્ટ્રાકટર પુલના કામમાં પોતાની મનમાની  ચલાવી રહ્યા છે. અને આડેધડ કામ કરી છે. ક્યાંય ગ્રીન નેટ કે ડાયવર્ઝનના બોર્ડ કે કશુંજ લગાવ્યું નથી. ત્યારે પુલના કોન્ટ્રાકટર સામે યોગ્ય પગલાં ભરવામાં આવે અને બિલ અટકાવવામાં આવે અને સત્વરે સર્વિસ રોડ નવો બનાવવા આવે તેવી અમારી માંગણી છે.

Download Our B K News Today App



Related News