ધાનેરાની એક સંસ્થાએ બાળકો માટે ફંડ તથા ઉઘરાવેલ સામાન કર્યો ઘર ભેગો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 11:47:02
  • Views : 564
  • Modified Date : 2020-06-10 11:47:02

ધાનેરામાં ગરીબ બાળકોના નામે ઓક્ટોબર-૨૦૧૯ માં ધાનેરાની વિવિધ પ્રાઇવેટ શાળાના બાળકો અને વાલીઓ પાસેથી શિક્ષણની વસ્તુઓ અને રોકડ કરમ બારોબાર કરવામાં આવી હોવા બાબતેનો મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો છે. તેજ સંસ્થાના લોકો ગરીબોના નામે અને અન્ય સેવાના નામે
પણ રૂપિયા લેતા હોવાની રાવ ઉઠવા પામી છે.
ધાનેરા તાલુકામાં એજ્યુફન નામની સંસ્થા  લોકોની સેવાના નામે ઢંઢેરો પીટી રહી છે. આ લોકડાઉનમાં દાતાઓના દાનથી લોકોને જમવાનું આપવામાં પણ પ્રચાર કરતી હતી, તેવી સંસ્થા દ્વારા ગરીબ લોકો માટે મોટા પ્રમાણમાં ઉઘરાવેલ સ્કૂલની બેગ, પેન્સિલો, પાણીની બોટલો, નાસ્તાના ડબ્બાઓ, નોટબુકો તેમજ અન્ય વસ્તુઓની સાથે સાથે રોકડ રકમ પણ ચાઉ કરી દેવામાં આવી હોવાની રાવ ઉઠવા પામી છે. અત્રે એક પ્રાઇવેટ સ્કૂલના સંચાલકે જણાવ્યું હતું કે ગત ઓક્ટોબરમાં એજ્યુફન
ફાઉન્ડેશન નામની સંસ્થાના લોકો અમારી પાસે આવેલા અને જણાવેલ કે અમે ગામડાના જે ગરીબ બાળકો છે, તેવા બાળકોને નોટબુકો, તેમજ અન્ય સામગ્રી મળી રહે તે માટે દાનોત્સવનું આયોજન કરેલ છે. તેમાં ધાનેરાની તમામ પ્રાઇવેટ શાળાઓ છે, જેમાં બધા સારા ઘરના બાળકો આવે છે. જેથી તેમના વાલીઓને આ બાબતે જાણ કરો તો તેઓ આ ગરીબ બાળકો માટે સાધન સામગ્રી આપે. ત્યારે અમોએ વાલીઓને જણાવતા અમારી સ્કૂલમાંથી
પણ મોટા પ્રમાણમાં વસ્તુઓ અને રોકડ પણ આપેલ. આવી ધાનેરાની તમામ સ્કૂલો દ્વારા સહયોગ આપવામાં આવેલ અને મોટી રોકડ રકમ પણ
આપેલ. પરંતુ અમોને આ બાબતે જાણકારી મળેલ કે આ ઇસમોએ તે તમામ વસ્તુઓ માત્ર એક બે સ્કૂલોમાં આપીને બાકીની તમામ વસ્તુઓ પોતાના ઘરમાં રાખી લીધી છે. તો આવા લોકો સામે ધાનેરા પ્રાંત અધિકારી દ્વારા
તપાસ કરાવવામાં આવે તો તેમના ઘરમાંથી મોટા પ્રમાણમાં આ ગરીબ બાળકોની સાધન સામગ્રી બહાર આવે તેમ છે.

Download Our B K News Today App



Related News