સામાજિક ક્રાંતિના જ્યોતિર્ધર મહાત્મા જાતિબા ફૂલે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 11:42:25
  • Views : 1101
  • Modified Date : 2019-04-11 11:42:25

સામાજિક ક્રાંતિના જ્યોતિર્ધર મહાત્મા જાતિબા ફૂલે એપ્રિલ ૧૯૯૬ની વાત છે હું મારા મામા(મગનીરામ વસ્તાજી)સાથે પાલી(રાજસ્થાનમાં રહેતા મારા બીજા મામા(ભગવાનજી કંદોઇ)ને ત્યાં ગયો હતો. મામાના ઘરે ભીંત પર રાષ્ટ્રના અમર નાયકોની છબીઓ ટીંગાડેલી હતી. એમાંની મોટાભાગની હું ઓળખી ગયો પણ એ બધી છબી-તસ્વીર પૈકી એક છબીમાંનું પાત્ર મારા માટે તદન અજાણ્યું હતું.મારી જિજ્ઞાસાવૃતિને હું રોકી ન શક્યો રોકાય એમ હતી પણ નહીં મેં મારા મામાને પૂછ્યું આ પાઘડીવાળા ખભે શાલવાળા દેશી પોષાકમાં દેખાતા આ કાકા કોણ છે?મામાએ જવાબ આપવાને બદલે આક્રમક મુદ્રામાં વેધક સવાલ કર્યાે તું કઇ ભણે છે?મેં કહ્યું,મામા મેં બી.એ. ફાઇનલ કર્યુ રિઝલ્ટ બાકી છે..મામાએ જવાબ આપવાને બદલે મને મીઠો ઠપકો આપ્યો..તું ગ્રેજ્યુએટ થઇ ગયો..એમને?તો તને ખબર હોવી જ જાઇએ..જાકે મને ખબર નહોતી મિત્રોએ તસ્વીર બીજા કોઇની નહીં પણ આર્યાવર્તના ઉજ્જવળ ઇતિહાસના પાના પર ભૂલાઇ ગયેલા અમરપાત્ર જ્યોતિરાવ ગોવિંદરામ ફૂલેની હતી. હકીકત એ છે કે જ્યારે મહાત્મા ગાંધી બચ્ચા અવસ્થામાં હતા.ત્યારે એટલે કે ૧૮૮૮માં જ્યોતિબાને મહાત્માનું બિરૂદ મળ્યું હતું. ગાંધીજીએ પણ યરવડા જેલવાસ દરમિયાન સ્વીકાર્યુ હતું કે જ્યોતિબા  અસલી મહાત્મા હતા. બાબા સાહેબ આંબેડકરે પણ  કહેલું  કે જા જ્યોતિબા ન હોત તો આંબેડકર પણ ન હોત. આંબેડકરે જ્યોતિબાને ગુરૂ માન્યા હતા. સુજ્ઞ વાચકોને પ્રશ્ન  થતો  હશે  કે જ્યોતિબાને બદલે જાતિબા શબ્દ કેમ લખાયો છે તો એક સ્પષ્ટતા કરી દઉં મરાઠી ભાષામાં સાચું નામ જાતિબા છે.વાત ૨૦૦૨ની છે હું અમદાવાદ ખાતે જીપીએસસી પરીક્ષાની  તૈયારી  કરી  રહ્યો  હતો. ત્યારે યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં નેશનલ બુક ટ્રસ્ટનો પુસ્તક મેળો યોજાયો હતો. મને પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ એટલે જમવાની ચિંતા કર્યા વગર બે દાબેલી ખાઇને છ કલાક નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા આયોજિત રાષ્ટ્રીય પુસ્તક મેળાને ભરપૂર માણ્યો હતો. એ વખતે મેં ઘણાં પુસ્તકો ખરીદ્યા પણ  મને  જ્યોતિબાનું એકપણ ગુજરાતી પુસ્તક ન મળ્યું. છેલ્લે પરિચય ટ્રસ્ટની એક નાનકડી બુકલેટ મળી જેમાં જ્યોતિબા ફૂલે વિશે સાવ ઓછી કહી શકાય એટલી માહિતી અપાઇ છે. જે જ્યોતિબાના અમર કાર્ય અને પાત્રને ઉચિત ન્યાય ન મળવા બરાબર છે! આજે વાત કરવી છે એવા ચરિત્રની જેણે ભારતના ઇતિહાસમાં દલિત શબ્દ આપ્યો કચડાયેલા, શોષિત  વર્ગ માટે પ્રયત્ન કર્યાે. ભારતમાં શુદ્રો માટે શાળા ખોલી.વિધવાઓની દયનીય હાલત જાઇ તેમાં સુધારો કરવા નવતર પહેલ કરી.મૂળ વાત પર આવીએ શિક્ષણવિદ, સમાજસુધારક, દૂરંદેશી, બહુમુખી પ્રતિભાવાન,મહામાનવ એવા જ્યોતિબા ફૂલેનો જન્મ માળી પરિવારમાં ૧૧ એપ્રિલ ૧૮૨૭ના રોજ થયો હતો.જ્યોતિબા ફૂલેના પૂર્વજા મહારાષ્ટ્રના સતારાથી આશરે ૨૫ કિમી દૂર કટગન ગામના વતની હતી.વડદાદાનું નામ ગોરે હતું. સ્વાભિમાની ગોરેને ગામના કુલકર્ણી બ્રાહ્મણ સાથે કોઇક બાબતે ઝઘડો થયો.કુલકર્ણી ગોરેને મારવા ષડયંત્ર રચવા લાગ્યો.પરંતુ ચાલાક ગોરેએ કુલકર્ણીનું કાસળ કાઢી નાખ્યું અને રાતોરાત કુટુંબલીલા સાથે પૂનાના પુરંદર તાલુકાના ખાનવાડી ગામે આવીને રહેવા લાગ્યા.અહીં જ્યોતિબાના દાદા શેતિબા સૌતિબાનો જન્મ થયો.તેમને રણજી રાણોજી,કૃષ્ણ અને ગોવિંદ નામે ત્રણ પુત્રો થયા અને ગોવિંદરાવ એ જ જ્યોતિબા ફૂલેના પિતા!કહેવાય છે કે તેઓ વારસાગત ફૂલનો ધંધો કરતા તેથી ફૂલે કહેવાયા. પેશવાઓના શાસનમાં તેમને પાંત્રીસ એકર જમીન દાનમાં મળી હતી.એ જમાનો હતો જ્યારે પછાત જાતિના લોકોએ કમરમાં કોઇપણ ઝાડનું પાંદડું રાખવું પડતું અથવા કમરમાં ઝાડુ (સાવરણી)બાંધવી પડતી અને થૂંકવા માટે મૃદભાંડ-માટીનું પાત્ર રાખવુ પડતું! કહેવાય છે કે જેટલું નુકસાન ભારતની આદર્શ સમાજ વ્યવસ્થાને મોગલો-અંગ્રેજાએ નથી કર્યુ એના કરતાં વધુ નુકસાન આપણને અસ્પૃશ્યતાથી થયું છે.જ્યોતિબાની ધ્રુવધારણા હતી કે રાજકીય ગુલામી કરતા સામાજિક ગુલામી ખુબ ખતરનાક હોય છે અને જ્યોતિબાએ શરૂઆતથી જ સમાજમાં વ્યાપ્ત દૂષણ-કુરિવાજા દૂર કરવા સતત અને સઘન પ્રયત્ન કર્યાે હતો. જ્યોતિબા ફૂલેએ છત્રપતિ શિવાજી,જ્યોર્જ વોશિંગ્ટન,માર્ટિન લ્યૂથર કિંગના આદર્શાેને જીવનમાં ઉતાર્યા હતા અને માનવમૂલ્યોને ઉજાગર અને અમલ કરવા પોતાની સમગ્ર જિંદગી અર્પણ કરી દીધી હતી.એવું નહોતું કે જ્યોતિબાથી વધુ ભણેલા ગણેલા માણસો મહારાષ્ટ્રમાં ન હતા.હકીકત એ હતી કે લોકો જાગૃત હતા પણ એમનામાં વૈચારિક અભાવ હતો.સાહસિકતા નહોતી અર્થાત સામાજિક ક્રાંતિનો શંખનાદ કરનાર જ્યોતિબા તત્કાલીન સમાજવ્યવસ્થાના પ્રથમ માનવી હતા, એમાં કોઇ મિનમેખ નથી.કન્યા કેળવણીની શરૂઆત કરનાર આધુનિક ભારતના તેઓ  પ્રથમ  સમાજસુધારક હતા. ૧૮૫૩માં જ્યોતિબા તેજસ્વી શુદ્ર બાળકો માટે બૌધ્ધિક ક્ષમતા કસોટીનું આયોજન કરતાં! ૧૮૭૩માં  બ્રાહ્મણ વિધવા કાશીબાઇએ  એક  બાળકને જન્મ  આપ્યો  હતો. જ્યોતિબાએ તેનું નામકરણ યશવંત કરેલું  અને  તેને દત્તક લીધો હતો. ૧૮૭૫માં પંઢરપુરમાં વિધવા પ્રસૂતિગૃહ શરૂ  કર્યુ હતું! જ્યોતિબા વેદપુરાણને માનવરચિત માનતા હતા અને સત્ય માનવધર્મમાં સંપૂર્ણ વિશ્વાસ ધરાવતા હતા.૧૮૭૬ થી ૧૮૮૩ સુધી પૂના નગરપાલિકાના સભ્ય તરીકે  અનેક સુધારણાના કાર્ય કર્યા હતા.જ્યોતિબા ફૂલેએ સ્લેવરી (ગુલામગીરી) વોર્નિંગ (ચેતવણી),સતસાર,સાર્વજનિક સત્યધર્મ, ખેડૂતના આંસુ, બ્રાહ્મણોનો કસબ,શતકયાત્રા આસૂડ વગેરે પુસ્તકો લખ્યા હતા. ૨૩ સપ્ટેમ્બર ૧૮૭૩ના રોજ પૂનામાં સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી.૧૮૭૫માં પ્રિન્સ ઓફ વેલ્સની ભારતયાત્રા પૂના આગમન ખાતે જ્યોતિબાએ ખોટા ખર્ચ માટે બ્રિટિશ સરકારની કડક શબ્દોમાં આલોચના કરી હતી. પૂના પાસે ૨૦૦ એકર જમીનમાં આદર્શ કૃષિ ફાર્મ બનાવ્યું હતું. ડ્યૂક ઓફ કતારના સન્માન ભોજન સમારંભમાં સામાન્ય કિસાનના વેશમાં મળીને ગર્ભિત રીતે ખેડૂતોની દુર્દશા તરફ સરકારનું ધ્યાન દોર્યુ હતું.જ્યોતિબાને લોકો તાત્યા ટોપે કહીને બોલાવતા હતા. મહારાજા સયાજીરાવે ગાયકવાડ જ્યોતિબાને ભારતના વોશ્ગિંટનની પદવી આપવાનું સૂચન કર્યુ હતું. જ્યોતિબા પોતાના લેટરપેડ પર સત્યમેવ જયતે લખતા દેશને આઝાદી મળ્યા પછી આ સૂત્ર રાષ્ટ્રનું સૂત્ર બન્યું હતું. એ એક નક્કર હકીકત  છે! જ્યોતિબાના પત્નિ સાવિત્રીબાઇને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકાના રૂપમાં માનભેર યાદ કરવામાં આવે છે.સત્યનિષ્ઠા,કર્તવ્ય પરાયણતા અને પરદુઃખભંજન જ્યોતિબા દલિતોના મુક્તિદાતા હતા.ઇતિહાસના આ અમરપાત્ર ૨૭મી નવેમ્બર ૧૮૯૦ના રોજ ભારતના કરોડો લોકોના હદયમા  સ્થાન પામી પરમતત્વમાં  બ્રહ્મલીન થઇ ગયા. આવા સાચા સંતને હદયાંજલિ આપવા માટે મેં એક નમ્ર પ્રયાસ કર્યાે છે. જ્યોતિબાના વિરાટ વ્યક્તિત્વને રજૂ કરવાની મારી કલમની ક્ષમતા નથી એમ હદયપૂર્વક સ્વીકારીને મારા લેખને વિશ્રામ અર્યુ છું. લખવામાં ક્ષતિ-અતિશયોક્તિ હોય તો સુજ્ઞ વાંચકો માફ કરે!


 

Download Our B K News Today App



Related News