ચૂંટણીઓ તો આવશે અને જશે પરંતુ સમાજનો વિકાસ શિક્ષણ સિવાય નથી ઃ પ્રધાનજી ઠાકોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-14 13:19:06
  • Views : 493
  • Modified Date : 2019-11-14 13:19:06

થરાદ તાલુકાના ઠાકોર સમાજને મારી સમાજને બે હાથ જોડીને સમાજને વિનંતી કરું છું કે રાજકીય સત્તાઓની ચૂંટણી આવતી અને જતી રહેશે. થરાદ તાલુકા ઠાકોર સમાજના આગેવાનો ભાજપના હોય કે કોંગ્રેસના હોય કે પછી જે કોઈ પાર્ટીઓમાં હોય એમને મારે કહેવું છે કે આપણે ભાજપ કે કોંગ્રેસના બંને પાર્ટીઓના ઉમેદવાર લડતા હોય ત્યારે આપણે એટલી મહેનત કરીએ છીએ એટલી મહેનત જો કદાચ આપણે સમાજ માટે કરી હોત તો હું માનું છું ત્યાં સુધી આપણો સમાજ ક્યારેય આટલો શિક્ષણમાં પાછળ ન હોત તેવું થરાદ ખાતે સમાજના એક પ્રસંગમાં  પ્રધાનજી ઠાકોરે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આપ સૌ સારી રીતે જાણી રહ્યા છો કે સમાજની અંદર એકલું રાજકારણ નહીં ચાલે રાજકારણની સાથે સાથે સમાજની અંદર શિક્ષણનો વ્યાપ વધારવો પડશે સમાજનો વિકાસ શિક્ષણ શિવાય નથી. એટલા માટે મારે કહેવું છે કે થરાદ મુકામે ભવ્ય સમાજનું શૈક્ષણિક સંકુલ બને હોસ્ટેલ બને તો જ સમાજની આ નવી પેઢી શિક્ષણ લઇ શકશે. આવા ટેક્નોલોજી આધુનિક યુગમાં સમાજનો શિક્ષણ સિવાય ઉધાર  નથી આધુનિક યુગમાં બીજા સમાજની સાથે ચાલવા માટે કદમથી કદમ મિલાવવા માટે સમાજની અંદર શિક્ષણ ખુબ જ જરૂર છે એટલા માટે આવો સહુ સમાજના આગેવાનો યુવાનો ૨૦૭૬ ના નવા વર્ષમાં સમાજના શિક્ષણ માટેનો નવો પાયો નાખીએ સમાજના આગેવાનો યુવાનોને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આપ સૌ આવો સમાજના ટાંટિયા ખેંચવા બંધ કરો. આપ હું કરું છું તમે કરો છો પેલો કરે છે પેલો મોટો થઈ જાય છે હું રહી જાઉં છું મને કોઇ બોલાવતુ નથી મને કોઇ જવાબદારી નથી સોંપાતું મને ખૂબ સમાજમાં મારી અવગણના થાય છે આ બધું ભૂલી છોડી અને માત્ર સમાજના શિક્ષણ માટે આપ સૌ એક મંચ ઉપર આવો અને સમાજના વિકાસની વાત કરીએ મહેરબાની કરી આવા બધા કાવાદાવા છોડી અને સમાજના શિક્ષણના ભગીરથ કામમાં આપ સૌ સમાજના આગેવાનો યુવાનો જોડાઓ એવી મારી બે હાથ જોડી અને નમ્ર વિનંતી છે આપ સૌ જાણો છો કે ૨૦૧૪-૨૦૧૫ અને ૨૦૧૭ થરાદ મુકામે યોજાયેલા સમુહલગ્નના માધ્યમથી લગભગ ૩૧ લાખ રૂપિયા જેટલી રકમ આપણા થરાદ તાલુકાના આથમણા પટાના ૩૦  ગામોમાંથી આ રકમ એકત્રિત કરવામાં આવી છે. આ રકમ આપણે થરાદ મુકામે થરાદના 



Download Our B K News Today App



Related News