૧૦૮ દિવસમાં ૩૫૦૦ કિમી પદયાત્રા નર્મદા પરિક્રમા કરતાં કવિયિત્રી અને સમાજસેવિકા પ્રજ્ઞાબેન પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 11:25:39
  • Views : 524
  • Modified Date : 2020-05-27 11:25:39

ગાંધીનગર માહિતી ખાતાના નિવૃત્ત અધિકારી અને ગુજરાતી ભાષાનાં જાણીતાં કવયિત્રી પ્રજ્ઞાબેન પટેલે ૨૪ મેના રોજ નર્મદાની પરિક્રમા
પૂર્ણ કરી છે. સમગ્ર ભારતમાં નર્મદા જ એક એવી નદી છે જેની પરિક્રમા કરવાનો મહિમા છે. પ્રાચીન કાળથી લાખો લોકો તેની પરિક્રમા કરે છે.
ગાંધીનગરમાં સમાજ સેવિકા તરીકે આગવી ઓળખ ઊભી કરનાર પ્રજ્ઞાબેને ગઈ છટ્ઠી ફેબ્રુઆરીના રોજ ઓમકારેશ્વરથી નર્મદા મૈયાની પરિક્રમાનો પ્રારંભ કર્યો હતો. ૬૦ વર્ષની વયે તેમણે ૧૦૮ દિવસે અંદાજે ૩૫૦૦ કિમીની નર્મદા પરિક્રમા પૂર્ણ કરી..તેમની સાથે ગાંધીનગરનાં એક બહેન ગયાં હતાં પણ તેઓ પાંચેક દિવસ
પછી પરત ફર્યાં હતાં.
પ્રજ્ઞાબેન એ એક મુલાકાતમાં કહ્યું કે, આવી યાત્રાથી જીવન અને મનના
પાત્રમાં ઘણું ઉમેરાતું હોય છે. આ એક વિકટ પરિક્રમા છે, નર્મદા મૈયાની કૃપા હોય, સંચિત કર્મોનાં પુણ્ય ભેગાં થયાં હોય, માતા-પિતાના આશીર્વાદ મળ્યા હોય તો જ તે શક્ય બને છે. પ્રજ્ઞાબહેન પોતાની સાથે સૂવા માટેનું બેડિંગ અને
કપડાં-લત્તાં વગેરે થોડો સામાન રાખતાં હતાં. એ સામાન જાતે ઉપાડીને જ ચાલવાનું હોય છે.
બે દિવસ પહેલાં જેમ જેમ પરિક્રમાનો છેલ્લો મુકામ, ઓમકારેશ્વર કે જ્યાંથી
પરિક્રમાનો પ્રારંભ કરવાનો હોય છે તે આવતું ગયું તેમ તેમ મન ખાલીપાથી ભરાવા લાગ્યું.  એકબાજુ ઓમકારેશ્વર
પહોંચવાની તાલાવેલી અને બીજી બાજુ નર્મદા મૈયાનો સાથ હવે છુટશે એ વિચારથી મન એક જાતના સૂનકાર અને શૂન્યતાથી ભરાવા લાગ્યું હતું.પણ તેમની પરિક્રમા ચાલુ જ રહી હતી. તેઓ ફેસબુક પર નિયમિત રીતે અપડેટ કરતાં હતાં. તસવીરો અને વીડિયો મૂકતાં હતાં અને પચીસેક લેખો પણ તેમણે લખ્યા છે. પ્રજ્ઞાબેન યાત્રાળુ, પર્વતારોહક અને પ્રવાસિની છે. તેમણે હિમાલયના પ્રવાસ સાથે અઘરાં શીખરો પણ સર કર્યાં છે.

Download Our B K News Today App



Related News