ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકો માટે સમર કેમ્પનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-19 05:31:39
  • Views : 931
  • Modified Date : 2019-04-19 05:31:39

ડીસા ગાયત્રી શક્તિપીઠ પર બાળકો માટેના વ્યક્તિત્વ વિકાસ શિબિર તારીખ ૨૫/૪/૨૦૧૯થી ૩૦/૪/૨૦૧૯ સુધી રોજ સાંજે ૫ઃ૩૦ થી ૭ કલાક દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.બાળપણ એ શીખવા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય છે આ સમયમાં અચેતન મન એટલું બધું સચેત હોય છે કે તે જે કાંઈ ગ્રહણ કરે છે તેને આજીવન સંઘરી રાખે છે. બાળકોની પ્રત્યેક સમજ ઓછી હોય છે પરંતુ તેમની સુક્ષ્મ ગ્રહણ શક્તિ એટલી બધી હોય છે તેને આધારશિલા કહીએ તો પણ કોઈ અતિશ્યોક્તિ નથી. ત્યારે ગાયત્રી પરિવાર ડીસા દ્વારા શક્તિ પીઠ પર બાળકોનો શારીરિક બૌદ્ધિક અને સાંસ્કૃતિક વિકાસ માટે એક સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડીસાના નગરજનો તથા આજુબાજુના ગામડાઓના વાલીઓને પોતાના ૬ થી ૧૩ વર્ષના બાળકોને આ સમર કેમ્પમાં ભાગ લેવો ઈચ્છતા હોય તો ગાયત્રી શક્તિ પીઠ પરથી તારીખ ૨૧ એપ્રિલ સુધી ફોર્મ લઈ જમા કરાવી શકશે. જેથી તારીખ ૨૫ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન બાળકો સમર કેમ્પમાં ભાગ લઇ શકે આ બાબતે વધુ માહિતી માટે ગાયત્રી શક્તિપીઠ ડીસા ઉપરાંત વિરચંદભાઈ પટેલ, પીનકાબેન પટેલ તથા સીરેનભાઈ બ્રહ્મક્ષત્રિય.


Download Our B K News Today App



Related News